અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી (Gujarat Corona Cases) દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.
એક્ટિવ કેસ 14 હજારને પાર
રાજ્યમાં ૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો (Active Cases) આંક ૧૪ હજારને પાર થયો છે. હાલમાં ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યારસુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં અઠવાડિયામાં નોંધાયેલા કેસ
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
31 માર્ચ |
2360 |
9 |
30 માર્ચ |
2220 |
10 |
29 માર્ચ |
2252 |
8 |
28 માર્ચ |
2270 |
8 |
27 માર્ચ |
2276 |
5 |
કુલ કેસ અને મોત |
19,243 |
73 |
રાજ્યનો કેટલો છે રિકવરી રેટ
કોરોનાથી અત્યારસુધી સૌથી વધુ અમદાવાદમાં ૨,૩૬૬-સુરતમાં ૧,૦૨૭, વડોદરામાં ૨૫૧, રાજકોટમાં ૨૧૦, ગાંધીનગરમાં ૧૦૯ના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૬૧૪, સુરતમાંથી ૬૬૧, વડોદરામાંથી ૨૧૮, રાજકોટમાંથી ૧૬૯ એમ રાજ્યભરમાંથી ૨,૦૬૩ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૯૬,૭૧૩ દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ ૯૪.૦૩% છે. રાજ્યમાં કુલ ૧,૨૭,૮૭૯ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 62,30,249 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,64,347 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 69,94,596 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,71,055 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને બેદરકારી પડી શકે છે ભારે, જાણો શું કહે છે આજનું તમારું રાશિફળ