Gujarat Day 2023 Live: PM મોદીએ પાઠવી ગુજરાત સ્થાપના દિવસની શુભકામના

Gujarat Day 2023: આજે ગુજરાત સ્થાપના દિવસની થઈ રહી છે ઉજવણી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 May 2023 03:06 PM
ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએઃ એડવોકેટ જનરલ

ગુજરાત સ્થાપના દિવસે abp asmita સંવાદદાતા એ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું, દેશ નિર્માણમાં ગુજરાતીઓનો ફાળો મહત્વનો રહેલો છે. આઝાદીની લડાઈ હોય કે બંધારણની રચનાની વાત હોય કે પછી માતૃભાષાના ગૌરવ ની વાત હોય. સંસ્કૃતિની જાળવણીના મુદ્દા હોય કે વિકાસની કામગીરી ના મુદ્દા હોય, ગુજરાતીઓ એ હંમેશા દેશ માટે મહત્વની કામગીરીઓ કરી છે.

ગુજરાતી હોવાનું ગૌરવ હોવું જોઈએઃ એડવોકેટ જનરલ

ગુજરાત સ્થાપના દિવસે abp asmita સંવાદદાતા એ રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે ખાસ વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું, દેશ નિર્માણમાં ગુજરાતીઓનો ફાળો મહત્વનો રહેલો છે. આઝાદીની લડાઈ હોય કે બંધારણની રચનાની વાત હોય કે પછી માતૃભાષાના ગૌરવ ની વાત હોય. સંસ્કૃતિની જાળવણીના મુદ્દા હોય કે વિકાસની કામગીરી ના મુદ્દા હોય, ગુજરાતીઓ એ હંમેશા દેશ માટે મહત્વની કામગીરીઓ કરી છે.

કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું હાજર

મુખ્યમંત્રીને સ્થાને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ,  શહેર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવા બા જાડેજા કાર્યક્રમ સ્થળ પર ઉપસ્થિત રહ્યા

ગુજરાત સ્થાપના દિવસની જામનગર ખાતે થઈ રહેલી ઉજવણી

ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની જામનગર ખાતે ઉજવણી થઈ રહી છે. 





અમદાવાદના કિરીટ પરમારે ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી

આજે ગુજરાત સ્થાપના દિવસ છે. ગુજરાતીઓ માટે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જી હા 1 મે 1960 ના રોજ મહાગુજરાત માંથી ગુજરાત રાજ્યની અલગ સ્થાપના થઈ હતી મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી અને બોમ્બે સ્ટેટમાંથી અલગ ગુજરાત રાજ્ય માટે ચળવળ શરૂ કરી હતી? જો કે 8 ઓગસ્ટ 1956 થી આ આંદોલનની શરૂઆત થયેલ જેમાં ભૂખ હડતાલ વિરોધ પ્રકટ કરતી રેલીઓ શેરી આંદોલન જેવા કાર્યક્રમ કરવામાં આવ્યા અને ગુજરાતી પ્રજાજનો તેમની સાથે સક્રિય રીતે જોડાયેલા હતા આ મહા ગુજરાત ચળવળમાં ઈન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ શરૂ થયેલ જેમાં તેમની સાથે મોરારજી દેસાઈ અગ્રેસર રહેલ તેમજ સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાબેન નીલકંઠ, શારદા મહેતા, રવિશંકર મહારાજ, બ્રહ્મકુમાર ભટ્ટ, માકડ શાસ્ત્રી, અશોક ભટ્ટ સહિત અનેક સેવાભાવી અને ગુજરાતના સપૂતો એવા મહાનુભાવો અને પ્રજાજનોના ચળવળમાં સક્રિય પણે જોડાયેલા. આજે ગુજરાત સ્થાપના દિવસે ઈન્દુલાલ યાજ્ઞિક ગાર્ડનમાં તેમની પ્રતિમાને અમદાવાદના પ્રથમ નાગરિક કિરીટ પરમારે પુષ્પાજંલિ અર્પણ કરી. તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત ધારાસભ્ય તેમજ કોર્પોરેટરોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી.

બનાસકાંઠાઃ ભારત - પાકિસ્તાન સીમા પર ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠામાં ભારત - પાકિસ્તાન સીમા પર રવિવારના સંધ્યા સમયે રાસ ગરબા સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો સાથે ઉજવણી કરવામાં આવી. BFSના જવાનોએ સીમા પર પરેડ યોજી લોકો સાથે ગરબે ઘુમી ગુજરાતના સ્થાપના દિવસની ઊજવણી કરી.



ગુજરાત ગૌરવ દિન નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ વિવિધ ચેનલો દ્વારા આજે પ્રસારિત થશે

૧લી મે, ૨૦૨૩ ગુજરાત રાજયના  ૬૩મા  સ્થાપના દિનને ગૌરવ દિન તરીકે  ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત રાજયની સ્થાપનાથી લઇને અત્યાર સુધી સૌની જનભાગીદારી સાથે ગુજરાતે વિકાસના નૂતન આયામો સિદ્ધ કર્યા છે. આ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ ગુજરાત સ્થાપના દિન આજે ઈલેકટ્રોનીક મીડિયાના માધ્યમ દ્વારા વિવિધ ચેનલો મારફત પ્રસારિત કરાશે.જેમાં  એબીપી અસ્મિતા પર સવારે ૧૧.૪૫ કલાકે પ્રસારિત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરીને ગુજરાત દિવસની શુભકામના પાઠવી છે.





આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ. આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.

વિશ્વ જગતના ખૂણે-ખૂણે વસતાં સર્વે ગુજરાતી ભાઈ-બહેનોને "ગુજરાત સ્થાપના દિવસ" ની અનંત શુભકામનાઓ: હર્ષ સંઘવી

મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને પાઠવી શુભકામના





પીએમ મોદીએ ટ્વિટથી પાઠવી શુભકામના

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ. ગુજરાતે તેની સર્વાંગી પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિને કારણે એક છાપ ઉભી કરી છે. હું પ્રાર્થના કરું છું કે રાજ્ય આગામી સમયમાં વિકાસની નવી ઊંચાઈઓ સર કરતું રહે.





બ્રેકગ્રાઉન્ડ

Gujarat Day 2023: 1લી મે, 2023ના દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે, અને આ પ્રસંગે આ વખતે રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવશે. આ વખતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી જામનગરમાં કરવામાં આવશે. 1 મેના રોજ જામનગર ખાતે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહેશે.  જામનગર ખાતે આ ઉજવણીને લઇને ટાઉનહોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી પરેડ યોજાશે, પેલેસ ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને લોકાર્પણનું ખાત મુહૂર્ત સહિતના કાર્યક્રમો યોજાશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.  

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.