Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ મોદી, અમિત શાહ અને કેજરીવાલ તાજેતરમાં ગુજરાતે મુલાકાતે આવ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણીને લઈને આજના સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે.. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમ જાહેર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. પહેલી અથવા બીજી નવેમ્બરે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે. જેને સમગ્ર દેશમાં રાષ્ટ્રિય એક્તા દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રિય એક્તા દિવસના કાર્યક્રમની ઉજવણી બાદ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બે તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત થઈ શકે છે.. જેમાં પ્રથમ તબક્કાનું મતાન નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં, તો બીજા તબક્કાનું મતદાન ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં યોજાઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવાની વિચારણા ચાલી રહી છે.
ભાજપના બે નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી, જાણો શું છે મામલો
ખેડાઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજ દેસાઈ વચ્ચે સોશિયલ મીડિયા પર શાબ્દિક ટપાટપી થઈ. પંકજભાઈ દેસાઈએ પોસ્ટ મુકતા દેવુસિંહ ચૌહાણનું નામ ન લખતા દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા. દેવુસિંહ ચૌહાણે પંકજભાઈ દેસાઈની પોસ્ટ પર કમેન્ટ કરી પંકજભાઈને આડે હાથ લીધા. દેવુસિંહ ચૌહાણની સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરતાં લખ્યું, ભાઈ પંકજભાઈ, જય મહારાજ... આ રોડ ભારત સરકારના વિભાગ માંથી જેને તાત્કાલિક મંજૂરી કરાવી આપ્યો તેનું નામ લખવું જોઈએ તેટલી તો ખેલદિલી હોવી જોઇએ. તમારા ઘણા કામ મંજૂર કરાવી આપ્યા છે પણ ,ખેલદિલીનો ગુણ કેળવશો તો મોટા કહેવાશો. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની કમેન્ટ બાદ પંકજભાઈ દેસાઈ દ્વારા તેમની પોસ્ટમાં દેવુસિંહનું નામ ઉમેરવામાં આવ્યું. સોશિયલ મીડિયાની પોસ્ટ અને કમેન્ટના આ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. સમગ્ર મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનતા દેવુસિંહે પોસ્ટ ડિલીટ કરી હતી.
આ પણ વાંચોઃ
IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક
Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો
Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ