ગાંધીનગર: દેશમાં લોકડાઉન 4ની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ 31 મે સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવશે. કાલથી અટકળો ચાલી રહી છે કે રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ખુલશે. ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગે સરકારને ચેતવણી આપી છે.


પાન મસલા દુકાનો ખોલવાની છૂટ આપવા સંદર્ભે રાજય સરકારને આરોગ્ય વિભાગે ચેતવ્યા છે. આરોગ્ય વિભાગે સરકારને કહ્યું, રાજયમા પાન મસાલાની દુકાનોને ખુલી છૂટ આપવામાં આવશે તો કોરોના સંક્રમણ વધી શકે છે.

આરોગ્ય વિભાગે સરકારને ચેતવતા કહ્યું, પાન-મસાલાની દુકાનો આસપાસ અને જાહેર રસ્તાઓ પર થૂકવાની ઘટનાઓ વધશે. આ પ્રકારે ડ્રોપલેટ દ્રારા કોરોનાં સંક્રમણ વધી શકે છે.