Gujarat: સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાથી વરસાદ ઓછો થાય છે અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થાય છે, પરંતુ ગ્લૉબલ વૉર્મિંગની અસર હવે સ્પષ્ટપણે દેખાઇ રહી છે. રાજ્યમાં શિયાળો આવે તે પહેલા જ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 9 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુ ઉપર જતાં લોકો પરેશાન થયા છે. અચાનક પડી રહેલા અસહ્ય ગરમીથી લોકોના જનજીવન પર પણ અસર પડી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ફરી એકવાર લોકોને આકરી ગરમી અકળાવશે. હાલમાં જ રાજ્યમાં કેટલાક શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. મહત્તમ પારો ચઢતા ગઇકાલે રાજ્યમાં 9 શહેરોના લોકો ગરમીથી ત્રસ્ત થયા હતા. તાજા અપડેટ પ્રમાણે, મંગળવારે રાજ્યના 9 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીથી પણ વધુ નોંધાયો હતો. જેમાં ભૂજ, રાજકોટ, નલિયા અને સુરેન્દ્નનગરમાં તો વળી ટેમ્પરેચર 38 ડિગ્રીથી પણ વધુ ઉપર રહ્યું હતું. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, આગામી 3 દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રીથી પણ વધુ ઉપર રહેશે, જેના કારણે અમદાવાદીઓને ફરી અસહ્ય ગરમી વેઠવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી