Gujarat Lok Sabha Election Live: રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોમાં આક્રોશ, ટિકીટ રદ્દ ના થાય ત્યાં સુધી રાજવીઓ લડી લેવાના મૂડમાં

Lok Sabha Election: રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોમાં આક્રોશ છે, ઉપલેટામાં રૂપાલા-જયરાજસિંહના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે, ટિકિટ રદ ન થાય ત્યાં સુધી રાજવીઓ લડી લેવાના મૂડમાં ઉતર્યા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 02 Apr 2024 04:42 PM
સૌરાષ્ટ્રના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ

સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ  રૂપાલાનો વિરોધ થયો હતો. ભાજપને પ્રવેશબંધીના ગામડાઓમાં પોસ્ટરો લાગ્યા હતા. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર જિલ્લાના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ થયો હતો. ઉમેદવારી રદ્દ નહીં ત્યા સુધી ભાજપને પ્રવેશ નહીંના પોસ્ટરો લાગ્યા હતા. રૂપાલાને બદલવાની માંગ સાથે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન થયુ હતું. ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અમદાવાદમાં ક્ષત્રિય સમાજના આગેવાનો આવેદનપત્ર આપશે. પરસોતમ રૂપાલાનો વડોદરામાં વિરોધ થયો હતો.  સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિયેશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિયેશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન મહિલા પાંખ સહિતે વિરોધ નોંધાવ્યો હતો.  પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. કલેકટર કચેરી ખાતે રાજપૂત સમાજની મહિલાઓ પણ પહોંચી હતી.

સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો વિરોધ 

રૂપાલાના નિવેદનનો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો આક્રમક વિરોધ થયો હતો. રૂપાલાને બદલવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાને હટાવામાં આવે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ રૂપાલા સામે વિરોધ થયો હતો. ભરુચ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રાજપૂત સમાજે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વડોદરા કલેક્ટર કચેરીએ રાજપૂત સમાજે વિરોધ કર્યો હતો.

રૂપાલાને માફ કરવા પાટીલે જોડ્યા હાથ

પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ અને ક્ષત્રિય સમાજમાં ભભૂકી રહેલી આક્રોશની આગને ઠારવા ભાજપ હવે અતિ ગંભીર બન્યું છે. રૂપાલાએ સોશિયલ મીડિયા થકી અને ત્યાર બાદ ગોંડલમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠકમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત રહેતા પ્રદેશ ભાજપ જ નહીં.ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે આવતીકાલે ગોતામાં બેઠક કરવાનો આજની ભાજપની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની સી.આર.પાટીલે જાહેરાત કરી હતી. જો કે રૂપાલાને રાજકોટથી બદલવા મુદ્દે કોઈપણ નિર્ણય લેવાયા અંગેના સવાલ પર પાટીલે સ્પષ્ટતા કરી કે રૂપાલા જ રાજકોટથી ઉમેદવાર યથાવત રહેશે.  આ દરમિયાન ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓને સામાજિક નેતાઓ સાથે સંવાદ સાધવાની પણ સૂચના અપાઈ છે. પાટીલે રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજને હાથ જોડીને અપીલ કરી હતી. પાટીલે કહ્યું કે અમદાવાદના ગોતામાં કાલે બપોરે 3 વાગ્યે ભાજપ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચે બેઠક યોજાશે. રૂપાલાને માફી આપવા સી.આર.પાટીલે ક્ષત્રિયોને હાથ જોડી વિનંતી કરી હતી.

ઉમેરવાર મુદ્દે પોસ્ટકાર્ડ લખી વિરોધ નોંધાવ્યો

ઉમેદવારના વિરોધને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને તેઓએ પોસ્ટ કાર્ડ લખી ઉમેદવાર બદલવા માટેની માંગ કરી હતી. પોસ્ટકાર્ડમાં ‘આયાતી ઉમેદવાર બદલો’ ના લખાણ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સાબરકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર બનાવ્યા ત્યારથી વિરોધ થઇ રહ્યો છે. આ વિરોધને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ આ વિરોધ અટકી રહ્યો નથી.

સાબરકાંઠામાં ભાજપમાં ફરી ભડકો

સાબરકાંઠામાં ભાજપનો ઉમેદવાર બદલવાની માંગ ફરી એકવાર ઉગ્ર બની છે. સાબરકાંઠા ભાજપના જ કાર્યરોએ ઉમેદવાર વિરુદ્ધ વિરોધ યથાવત રાખ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના કાર્યકરોએ આયાતી ઉમેદવાર બદલવાનાપોસ્ટ કાર્ડ લખી વિરોધ નોંધાવ્યો હતો. સાબરકાંઠા ભાજપ કાર્યાલય પર કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ઉમેદવાર બદલવાની માંગ કરી હતી. ભાજપના ખેસ સાથે ભાજપના નારાજ કાર્યકરો પહોંચ્યા હતા. વિરોધ ડામવા માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ દરમિયાનગીરી કરી ચૂક્યા છે છતાં વિરોધ ઓછો થઇ રહ્યો નથી.

શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કરીને શું કહ્યું

{ "ns": "yt", "el": "embedded", "cpn": "FHA7GSAU_DURK6Wk", "ver": 2, "cmt": "0", "fs": "0", "rt": "0", "euri": "https://gujarati.abplive.com/", "lact": 1, "cl": "619202668", "mos": 0, "state": "40", "volume": 100, "cbr": "Chrome", "cbrver": "123.0.0.0", "c": "WEB_EMBEDDED_PLAYER", "cver": "1.20240326.01.00", "cplayer": "UNIPLAYER", "cos": "Windows", "cosver": "10.0", "cplatform": "DESKTOP", "epm": 1, "hl": "en_US", "cr": "IN", "len": "253", "fexp": "v1,23983296,21348,76094,54572,73455,230596,84737,36318,6271,26439494,4054,7111,9369,26974,9954,1192,26223,273,1598,3460,1908,2,6689,880,1127,662,8410,4042,8476,1262,5499,795,644,57,185,5442,207,2543", "size": "715:315", "inview": "0", "muted": "0", "docid": "hU7iHCbxUe0", "vct": "0.000", "vd": "NaN", "vpl": "", "vbu": "", "vpa": "1", "vsk": "0", "ven": "0", "vpr": "1", "vrs": "0", "vns": "0", "vec": "null", "vemsg": "", "vvol": "1", "vdom": "1", "vsrc": "0", "vw": "715", "vh": "315", "relative_loudness": "NaN", "user_qual": 0, "release_version": "youtube.player.web_20240326_01_RC00", "debug_videoId": "hU7iHCbxUe0", "0sz": "false", "op": "", "yof": "true", "dis": "", "gpu": "ANGLE_(Intel,_Intel(R)_UHD_Graphics_750_(0x00004C8A)_Direct3D11_vs_5_0_ps_5_0,_D3D11)", "debug_playbackQuality": "unknown", "debug_date": "Tue Apr 02 2024 14:04:16 GMT+0530 (India Standard Time)", "origin": "https://www.youtube.com", "timestamp": 1712046856337 }

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી, શું લીધું સ્ટેન્ડ ?

શંકરસિંહ વાઘેલાએ રૂપાલાની ટિકિટ કાપી કોઇ અન્યને ઉમેદવાર બનાવવાની પણ માંગ કરી હતી. તેમણે કહ્યુ હતું કે ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.કોઈપણ સમાજનું અપમાન યોગ્ય નથી. ઉમેદવાર નહીં બદલાય તો રૂપાલાના નિવેદનને ભાજપનું સમર્થન ગણવામાં આવશે. જાહેર જીવનમાં બોલતા પહેલા ધ્યાન રાખવું પડે. વધુમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે દ્રૌપદીના એક વાક્ય પર મહાભારત થયું હતું. સરકારે દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. બે ઉમેદવાર બદલ્યા તો રૂપાલા કેમ નહીં. આ લડાઈ ભાજપ અને પટેલ સમાજ સામે નથી. સહન શક્તિની એક મર્યાદા હોય છે. ભાજપે વહેલી તકે નિર્ણય કરવો જોઈએ. કોઈપણ વ્યક્તિ બેન-દિકરીનું અપમાન સહન કરી શકે નહીં. ક્ષત્રિય સમાજ સામે કાર્યવાહી થઈ તો હું આવીશ. ક્ષત્રિય સમાજની સાથે હું ઉભો રહીશ. તેમણે કહ્યું હતું કે રૂપાલાના વિવાદમાં હાર-જીતનો મુદ્દો જ નથી. રૂપાલા ખોટું બોલ્યા છે, ઉમેદવાર બદલાવા જ જોઈએ. ક્ષત્રિય સમાજને તમામ સમાજનું સમર્થન છે. ભાજપમાં સમજણ હોય તો ઉમેદવાર બદલાવે. સમાજને સમર્થન કરવામાં શરમ ન હોય. ક્ષત્રિય સમાજની માંગને ભાજપ સ્વીકારે. જો ભાજપ જલ્દીથી નિર્ણય નહીં કરે તો સ્થિતિ વકરશે.

રૂપાલા વિવાદ મુદ્દે ચાર મુદ્દાઓ પર ચર્ચા 

હાલમાં બેઠકમાં રૂપાલાને બદલવા કે નહીં તે મુદ્દે મત જાણવામાં આવી રહ્યો છે, રૂપાલાને યથાવત રાખી ક્ષત્રિયોને કેવી રીતે સમજાવાય તેની ચર્ચા થઇ રહી છે. વિવાદમાં પડદા પાછળ કોણ છે તેની પણ ચર્ચા થઇ રહી છે. રૂપાલાને યથાવત રખાય તો અન્ય બેઠકો પર શું અસર પડે તેની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે.

મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રૂપાલાની ગૂંચ ઉકેલવા મેદાનમાં

રૂપાલાને હટાવવા કે નહીં તે મુદ્દે સીએમ પટેલની સીઆરના ઘરે બેઠક યોજાઇ છે, જેમાં ચાર મુદ્દાઓ પર ચર્ચા થઇ છે. ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવી ભાજપની પ્રાથમિકતા છે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ ગૂંચ ઉકેલવા મેદાને પડ્યા છે. પાટીલના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી છે. હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા છે, આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યાં છે. આઈ.કે.જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા હાજર રહ્યાં છે. જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યાં છે. ક્ષત્રિયોનો આક્રોશ કેવી રીતે ઓછો થઈ શકે તે માટે ચર્ચાઓ શરૂ થઇ છે. બેઠક માટે મુખ્યમંત્રીએ નર્મદાના કાર્યક્રમ પણ આજે રદ્દ કરી દીધો છે. દિલ્હીથી નિર્દેશ મળ્યા બાદ આ મહત્વની બેઠક યોજવામાં આવી છે. 

રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માગ વધુ પ્રબળ બની

રાજ્યમાં રૂપાલા મુદ્દે વિરોધ ઉગ્ર બન્યો છે, રાજકોટ-સૌરાષ્ટ્રની સાથે રૂપાલાનો વિરોધ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે, ઠેર ઠેર ક્ષત્રિય સમાજ રેલી કાઢીને અને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી રહ્યાં છે. સમગ્ર ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે, રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરો. ભાજપના ક્ષત્રિય નેતાઓ ડેમેજ કન્ટ્રૉલ કરવા મેદાનમાં ઉતર્યા હતા, જોકે, સફળતા મળી ન હતી અને હવે આ મુદ્દે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના નિવાસસ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં ચારથી પાંચ મુદ્દાઓ પર ગહન ચર્ચા અને મંથન થઇ રહ્યું છે. રાજ્યમાં રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માગ વધુ પ્રબળ બની છે, હાલમાં અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જબરદસ્ત પ્રદર્શનો થવાના શરૂ થયા છે. રાજકોટમાં રૂપાલા યથાવત કે નહીં તે મુદ્દે મંથન શરૂ થયુ છે, આજે ક્ષત્રિય સમાજની નારાજગી દુર કરવાના ભાજપે પ્રયાસો તેજ કર્યા કર્યા, મુખ્યમંત્રી અને પાટીલના નેતૃત્વમાં બેઠક આજે ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને બેઠકનો દૌર શરૂ થયો છે. 

ક્ષત્રિયોનો વિરોધ આક્રમક થતાં રૂપાલાની સુરક્ષા વધારાઇ

સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વધતા વિરોધ વચ્ચે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે, પરશોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરાયો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજના આક્રોશને જોતા રૂપાલાની સુરક્ષામાં અચાનક જબરદસ્ત વધારો કરવામાં આવ્યો છે, રૂપાલાના ગાંધીનગરના નિવાસસ્થાને તાબડતોડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આ સુરક્ષમાં અત્યારે ચાર SRPના જવાનોની સાથે હોમગાર્ડ 24 કલાક તૈનાત રહેશે. સેક્ટર 3માં આવેલા નિવાસસ્થાન પોલીસનો આ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

ઉપલેટા બાદ આ શહેરોમાં પણ લાગ્યા 'રૂપાલા-ભાજપ પ્રવેશબંધી'ના પૉસ્ટરો


રૂપાલા સામે પૉસ્ટર વૉર ઉગ્ર બન્યુ

રાજકોટમાં વાલ્મિકી સમાજના એક સ્નેહમિલન સમારોહમાં રૂપાલાએ રજવાડાંઓ અને ક્ષત્રિય સમાજની બહેનો વિરૂદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેનો પડઘો હવે આખા રાજ્યમાં પડી રહ્યો છે, ઠેર ઠેર રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવે રાજકોટ જિલ્લામાં પૉસ્ટર વૉર શરૂ થયુ છે. ગઇકાલે ઉપલેટામાં રૂપાલા વિરૂદ્ધ પૉસ્ટરો લાગ્યા હતા. રૂપાલાના નિવેદનથી સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત યથાવત છે, રાજકોટ સહિત આસપાસના જિલ્લામાં પૉસ્ટર વૉર શરૂ થયું છે. રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પૉસ્ટર વાયરલ થયા છે. રાજકોટના વડાળી, વાવડી, રમતપર ગામમાં આ પૉસ્ટર વાયરલ થયા છે. જામનગરના ધ્રાફા ગામમાં ભાજપને પ્રવેશ નહીંના લાગ્યા પૉસ્ટરો લાગ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના અગાભી પીપળીયા ગામમાં પણ આવા પોસ્ટર વાયરલ થયા છે. રાજકોટ ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના ગામ વડાળીમાં પણ આવા પૉસ્ટરો લાગ્યા છે. 

રૂપાલા વિવાદની વચ્ચે શંકરસિંહ વાઘેલાએ બોલાવી પત્રકાર પરિષદ

હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ ભાજપ રાજકોટ અને સાબરકાંઠા બેઠક પર ઉમેદવારોને લઇને અટવાયુ છે, આંતરિક વિખવાદ અને કાર્યકરો જ પક્ષની વિરૂદ્ધમા ઉભા થયા છે. સાંબરકાંઠામાં શોભના બારૈયાના વિરોધમાં કાર્યકરો છે, તો રાજકોટમાં ક્ષત્રિય સમાજ પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર અડ્યો છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદ બોલાવી છે, આજે સવારે 11 વાગે શંકરસિંહ વાઘેલા પત્રકાર પરિષદમાંને સંબોધશે, સુત્રો અનુસાર, પૂર્વ સીએમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજને ઉદ્દેશીને કોઇ જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. 

રાજ્યમાં IPSની બદલીઓને લઈને ચારેયકોર ચર્ચાઓનો દૌર

રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ચૂક્યુ છે, અને હાલમાં આચર સંહિતા લાદેલી છે, આવામાં આઇપીએસ ઓફિસરનોની બદલીનો દૌર પણ આવી શકે છે તેવી ચર્ચાઓ પોલીસ બેડામાં થવા લાગી છે. રાજ્યમાં IPSની બદલીઓને લઈને ચારેયકોર ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 11 IPS નવા પૉસ્ટિંગની જોઈ રાહ રહ્યા છે. 8 જેટલી IPSની અતિ સંવેદનશીલ પોસ્ટ ખાલી રહી છે. ચાર જિલ્લાના પોલીસ વડાની હજુ સુધી પૉસ્ટિંગ નથી થયું. સુરત પોલીસ કમિશનર પદે પણ હજુ સુધી કોઈનું પૉસ્ટિંગ નથી થયું. આ ઉપરાંત મહેસાણા, આણંદમાં પણ ડીએસપીની જગ્યાઓ ખાલી પડેલી છે. 



તિહાડમાં ત્રણ લેયરની સુરક્ષામાં રહેશે કેજરીવાલ

એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોમવારે સાંજે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ જેલ નંબર બેની કોટડીમાં રહેશે. જેલ સૂત્રોએ જણાવ્યું કે કેજરીવાલ ત્રણ લેયરની સુરક્ષા હેઠળ રહેશે. તેમના સેલમાં અને તેની આસપાસ અડધો ડઝન જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેની દેખરેખ જેલના મહાનિર્દેશક દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત સેલની સુરક્ષા માટે હેડ વોર્ડર તૈનાત કરવામાં આવશે. QRT ટીમ 24 કલાક મોનીટરીંગ પણ કરશે. સેલમાં ટેલિવિઝનની વ્યવસ્થા હશે. ઉપરાંત તે પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચી શકશે. અરવિંદ કેજરીવાલ સોમવારે સાંજે લગભગ 4.02 વાગ્યે જેલ વાનમાં તિહારની જેલ નંબર બે પહોંચ્યા હતા. જેલમાં પહોંચ્યા બાદ તેને પોર્ચ (ઓફિસ)માં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું નામ, સરનામું અને અન્ય માહિતી મેળવ્યા બાદ જેલ સત્તાવાળાઓએ તેમની તબીબી તપાસ કરાવી હતી. આ પછી તેમને સેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલના સૂત્રોનું કહેવું છે કે તેમને કોર્ટના આદેશ મુજબ જ સુવિધાઓ આપવામાં આવશે. તેમણે જેલમાં રોકાણ દરમિયાન કોર્ટ પાસેથી કેટલીક પુસ્તકો અને અન્ય વસ્તુઓની માંગણી કરી છે, જે જેલ પ્રશાસન દ્વારા આપવામાં આવશે.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 5 એપ્રિલે આવશે

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, પાર્ટી શુક્રવારે (5 એપ્રિલ, 2024) લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરશે. કોંગ્રેસ બીજા દિવસે જયપુર અને હૈદરાબાદમાં પણ જાહેર સભાઓ કરશે, જેમાં પાર્ટીના ટોચના નેતાઓ ભાગ લેશે. કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાજસ્થાનના જયપુરમાં ચૂંટણી ઢંઢેરાને લગતી રેલીને સંબોધશે.  જ્યારે રાહુલ ગાંધી હૈદરાબાદમાં ચૂંટણી ઢંઢેરા સાથે સંબંધિત જાહેર સભા સંબોધશે. 

કૉંગ્રેસના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા સોમવારે (1 એપ્રિલ, 2024) જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની 10મી યાદીમાં બે નામ છે અને તેમાંથી એક મહારાષ્ટ્રનું છે, જ્યારે બીજું નામ દક્ષિણ ભારતના તેલંગાણાનું છે.

















બેઠક અને રાજ્યનું નામઉમેદવારનું નામ
અકોલા (મહારાષ્ટ્ર)અભય કાશીનાથ પાટિલ
વારંગલ (તેલંગાણા)કાદિયામ કાવ્ય 

પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 214 ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસે નવ અલગ-અલગ યાદીમાં 212 ઉમેદવારો જાહેર કર્યા હતા.

મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી - રૂપાલાનો દાવો


ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે તેમની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી.  તેમણે કહ્યું હતું કે મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે નહીં ડમી તરીકે ફોર્મ ભરશે. મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે,ક્ષત્રિયો મને માફ કરશે. ત્રણ અને ચાર તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જશે. દલિત સમાજ માટે કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી. હું એક દિવસ માટે દિલ્હીના પ્રવાસે જઇશ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઇશ. રૂપાલાએ કહ્યું કે મે ત્રણ અને ચાર એપ્રિલ અનામત રાખેલી છે. ત્રીજી અને ચોથી એપ્રિલના રોજ હું કેન્દ્ર સરકારના કામે દિલ્હી જઈશ. ઉમેદવાર બદલવા અંગેના સવાલો પર રૂપાલાએ કહ્યું હતું કે ઉમેદવાર બદલવાના અધિકાર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે છે. મોહન કુંડારીયા ડમી તરીકે ઉમેદવારી પત્રક ભરશે. મોહન કુંડારીયા રાજકોટ બેઠક પર ડમી ઉમેદવાર બનશે. મે કરેલી શાબ્દિક ભૂલની માફી માંગી લીધી છે. મને માફ કરવાની ક્ષત્રિય સમાજે હૈયાધારણા આપી છે. ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે હું વધુ કઈ કહેવા માંગતો નથી.




 







 


ઉપલેટામાં રૂપાલા મુદ્દે બેનર વૉર શરૂ

રાજકોટ બેઠક પર વિવાદ હજુ પણ શાંત પડ્યો નથી, રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં આપવામા આવેલા નિવેદનોને તમામ ક્ષત્રિય સંગઠનો અને ક્ષત્રિય સમાજે વખોડી કાઢ્યા છે. હવે ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ થયો છે, ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના બેનરો લાગ્યા છે. રૂપાલા, જયરાજસિંહના ફોટા પર ચોકડી સાથેના બેનરો લાગ્યા છે. રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર વૉર શરૂ થયું છે.


વઢવાણ રાજવી પરિવારે પણ રૂપાલા મુદ્દે વિરોધ નોંધાવ્યો

રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાને લઇને વિરોધનો વંટોળ જબરદસ્ત ફૂંકાયો છે, હવે રૂપાલાની વિવાદિત ટિપ્પણી પર વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી લડી લેવાનો તેમને સંકલ્પ કર્યો છે. સુધિરસિંહ ઝાલાએ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. આવા નિવેદનો કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હુંકાર કર્યો છે.


રૂપાલા મુદ્દે ભાવનગર યુવરાજ પણ આક્રોશમાં

રાજ્યમાં ચાલી રહેલો રૂપાલાનો વિરોધ હજુ પણ શાંત પડ્યો નથી, પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું. આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. જયવીરરાજસિંહે કહ્યું કે, યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે. 


રૂપિલાના વિરુદ્ધ પાટણમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ

પાટણમાં પણ પુરુશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે. પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. કલેક્ટર કચેરી ખાતે પુરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે સુત્ર્ત્રોચાર કરવામાં આવ્યા હતા. આજે કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા, અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ સાથે જ કચેરીની બહાર પુરુશોત્તમ રૂપાલા વિરુદ્ધ હાય-હાય ના નારા પણ લગાવ્યા હતા. 


મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે, ક્ષત્રિયો મને માફ કરશેઃ રૂપાલા

ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે તેમની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી.  તેમણે કહ્યું હતું કે મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે નહીં ડમી તરીકે ફોર્મ ભરશે. મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે,ક્ષત્રિયો મને માફ કરશે. ત્રણ અને ચાર તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જશે. દલિત સમાજ માટે કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો તેમણે દાવો કર્યો હતો.


સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે

વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજ મુદ્દે જે પણ વિરોધ હોય તે માત્ર મારો છે. ક્ષત્રિય ધર્મ મુજબ મને ક્ષત્રિયો માફ કરશે. દલિત સમાજ વિરૂદ્ધ મારી કોઈ કોમેન્ટ નહોતી. મે દલિત સમાજનું કોઈ અપમાન કર્યુ નથી. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાએ મોટી જાહેરાત કરી હતી. આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવવાની તેમણે જાહેરાત કરી હતી. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. છ કે સાત એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.   


'હું એક દિવસ દિલ્હી જઇશ'

તેમણે કહ્યું હતું કે મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી. હું એક દિવસ માટે દિલ્હીના પ્રવાસે જઇશ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઇશ. રૂપાલાએ કહ્યું કે મે ત્રણ અને ચાર એપ્રિલ અનામત રાખેલી છે. ત્રીજી અને ચોથી એપ્રિલના રોજ હું કેન્દ્ર સરકારના કામે દિલ્હી જઈશ. ઉમેદવાર બદલવા અંગેના સવાલો પર રૂપાલાએ કહ્યું હતું કે ઉમેદવાર બદલવાના અધિકાર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે છે. મોહન કુંડારીયા ડમી તરીકે ઉમેદવારી પત્રક ભરશે. મોહન કુંડારીયા રાજકોટ બેઠક પર ડમી ઉમેદવાર બનશે. મે કરેલી શાબ્દિક ભૂલની માફી માંગી લીધી છે. મને માફ કરવાની ક્ષત્રિય સમાજે હૈયાધારણા આપી છે. ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે હું વધુ કઈ કહેવા માંગતો નથી.


કાઠી ક્ષત્રિય મહિલા ગીતાબેને કર્યા રૂપાલાના વખાણ

પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડી પડ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજની મહિલાની રૂપાલા સાથે ખાસ મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આજે કાઠી ક્ષત્રિય મહિલા ગીતાબેન ગીડાએ રૂપાલા સાથે મુલાકાત કરી હતી, મુલાકાત બાદ તેમને રૂપાલાની તરફેણ કરી અને કહ્યું કે, રૂપાલાને ચૂંટણી લડાવવી જોઇએ. ગીતાબેને કહ્યું કે, પરશોત્તમ રૂપાલા સારા માણસ અને સાહિત્ય પ્રેમી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરવા જોઇએ.


રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને અલ્ટીમેટમ, 6-7 એપ્રિલે મહાસંમેલન

રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ફરી એકવાર આક્રોશમા આવ્યું છે, અને હવે મહાસંમેલન બોલાવવાનું નક્કી કર્યુ છે. આજે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પરસોત્તમ રૂપાલા મામલે ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે, ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે, આ અઠવાડિયાના અંતમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે, ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આગામી 7 કે 7 એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો થશે એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે. 


'કમલ કા ફૂલ હમારી ભૂલ' ના પૉસ્ટર સાથે સુરતમાં ક્ષત્રિયોએ આપ્યુ આવેદનપત્ર

રૂપાલાનો વિરોધ ગુજરાતમાં દરેક જિલ્લામાં વધી રહ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાત પણ આ લડાઇમાં જોડાઇ ગયુ છે. સુરતમાં ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે, સુરત શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ શરૂ થયો છે. અહીં 'કમલ કા ફૂલ હમારી ભૂલ'ના પૉસ્ટરો સાથે ક્ષત્રિય સમાજે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કમળનો વિરોધ કરવામાં આવ્યો છે. રૂપાલાને હટાવવામાં નહીં આવે તો આનાથી જલદ અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં આવેદનપત્ર પણ અપાયુ છે. ક્ષત્રિય સમાજનું અપમાન કર્યા હોવાનો રૂપાલા પર આરોપો લાગ્યા છે. ક્ષત્રિય સમાજનો આક્રોશનો ચોથા આસમાને પહોંચ્યો છે. સુરત શહેર- જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજ, રાજપુત કરણી સેના, મહાકાલ સેના પણ આ વિરોધ પ્રદર્શન અને રેલીમાં જોડાઇ છે. રેલીના પગલે અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.


'ઉમેદવાર પસંદ ના હોય તો પણ તમે મત ભાજપને આપજો, પીએમ મોદીને જોજો.....' - સીઆર પાટીલ સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મોટી સલાહ આપી છે, તેમને કહ્યું કે, સ્થાનિક ઉમેદવારને નહીં તમે પીએમ મોદીને જોઇને મત આપજો. લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગઇકાલે એક સભા દરમિયાન ગુજરાતના મતદારોને મોટી સલાહ આપી છે, તેમને સુરતમાં એક જાહેર મંચ પરથી ઉમેદવારને નહીં પરંતુ પીએમ મોદીને મત આપવાની અપીલ કરી છે. ગઇકાલે સીઆર પાટીલે સુરતમાં ડૉક્ટર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સંબોધન દરમિયાન ચૂંટણી પ્રચાર કર્યો હતો, સીઆર પાટીલ કહ્યું કે, ઉમેદવારને નહીં PM મોદીને જોઈ મત આપજો. ભાજપના ઉમેદવારને જોઈને નહીં, PMને જોઈ મતદાન કરવું. ઉમેદવાર ભલે પસંદ ના હોય પણ મત PM મોદીને જોઈને જ આપજો. સીઆર પાટીલે વધુમાં આકરા શબ્દોમાં કહ્યું કે, જો ઉમેદવાર કામ ના કરતો હોય તો મને કહેજો, હું PM મોદીને કહીશ કે આ ઉમેદવાર કામ નથી કરતો. મોબાઈલમાં રહેલા કૉન્ટેક્ટ નંબર પર રોજ એક મેસેજ કરો. મિત્ર, સંબંધી તમામને મેસેજ કરીને PMને જીતાડવાનું કહો.

સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મોટી સલાહ આપી છે, તેમને કહ્યું કે, સ્થાનિક ઉમેદવારને નહીં તમે પીએમ મોદીને જોઇને મત આપજો. લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગઇકાલે એક સભા દરમિયાન ગુજરાતના મતદારોને મોટી સલાહ આપી છે, તેમને સુરતમાં એક જાહેર મંચ પરથી ઉમેદવારને નહીં પરંતુ પીએમ મોદીને મત આપવાની અપીલ કરી છે. ગઇકાલે સીઆર પાટીલે સુરતમાં ડૉક્ટર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સંબોધન દરમિયાન ચૂંટણી પ્રચાર કર્યો હતો, સીઆર પાટીલ કહ્યું કે, ઉમેદવારને નહીં PM મોદીને જોઈ મત આપજો. ભાજપના ઉમેદવારને જોઈને નહીં, PMને જોઈ મતદાન કરવું. ઉમેદવાર ભલે પસંદ ના હોય પણ મત PM મોદીને જોઈને જ આપજો. સીઆર પાટીલે વધુમાં આકરા શબ્દોમાં કહ્યું કે, જો ઉમેદવાર કામ ના કરતો હોય તો મને કહેજો, હું PM મોદીને કહીશ કે આ ઉમેદવાર કામ નથી કરતો. મોબાઈલમાં રહેલા કૉન્ટેક્ટ નંબર પર રોજ એક મેસેજ કરો. મિત્ર, સંબંધી તમામને મેસેજ કરીને PMને જીતાડવાનું કહો.


ક્ષત્રિય નેતાની મધ્યસ્થીથી અમરેલી ભાજપમાં ડેમેજ કન્ટ્રૉલ સફળ

અમરેલી બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપ સફળ રહ્યુ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલીમાં ડેમેજ કન્ટ્રોલ કરાવ્યુ છે. સાંસદ અને ધારાસભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજાની બેઠક થઇ. અમરેલીમાં થયેલા વિવાદને બિનરાજકીય ગણાવાયો છે. વિવાદને ચૂંટણી કે ટિકિટ સાથે નહીં લેવાદેવાનો દાવો કરાયો છે.


રાજકોટના ઉમેદવાર બદલાની અટકળો પર ભાજપની પ્રતિક્રિયા

રાજકોટના ઉમેદવાર બદલાની અટકળો પર ભાજપની પ્રતિક્રિયા છે, ઉમેદવાર બદલવાની ચર્ચાને ભાજપે ગણાવી છે અફવા, ભાજપ વતી પ્રવક્તા રાજુ ધ્રુવે અધિકૃત રીતે આપી છે જાણકારી, મોહન કુંડારીયાને પણ ઉમેદવાર બનાવવાની ચર્ચા પર સ્પષ્ટતા કરી છે. કુંડારીયાએ નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરાતા ચર્ચા શરૂ થઈ હતી. ઉમેદવાર બદલવાની ચર્ચાને રાજુ ધ્રુવે ગણાવ્યું એપ્રિલ ફુલ. રાજકોટમાં હાલ ભાજપની બેઠક ચાલી રહી છે 


બ્રેકગ્રાઉન્ડ

Gujarat Lok Sabha Election: લોકસભા ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે, એકબાજુ ભાજપ તો બીજીબાજુ કોંગ્રેસ અને આપ ચૂંટણી પ્રચારમાં લાગ્યુ છે, ત્યારે આવા સમયે ભાજપ કેટલાક વિવાદોમાં પણ ઘેરાયેલુ છે, રૂપાલા વિવાદે રાજ્યમાં ક્ષત્રિયોને આક્રોશમાં લાવી દીધા છે, સમગ્ર ગુજરાત ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટ બેઠક પરથી ટિકીટને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. હાલમાં કેટલાક દિવસોથી રાજ્યમાં ભાજપ માટે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલીમાં પણ ભાજપ વિવાદોમાં છે. જોકે, પક્ષના કેટલાક નેતાઓ ડેમેજ કન્ટ્રૉલ કરવા મેદાનમાં પણ ઉતર્યા છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.