Gujarat Lok Sabha Election Live: મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી, રાજકોટમાં મોહન કુંડારીયા ડમી તરીકે ફોર્મ ભરશે, - રૂપાલાનો દાવો

Gujarat Lok Sabha Election: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ભાજપ એક્શનમાં આવ્યુ છે,

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Apr 2024 05:28 PM
ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા, જયરાજસિંહ જાડેજાના બેનરો લાગ્યા

રાજકોટ બેઠક પર વિવાદ હજુ પણ શાંત પડ્યો નથી, રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં આપવામા આવેલા નિવેદનોને તમામ ક્ષત્રિય સંગઠનો અને ક્ષત્રિય સમાજે વખોડી કાઢ્યા છે. હવે ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાનો વિરોધ શરૂ થયો છે, ઉપલેટામાં પરશોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના બેનરો લાગ્યા છે. રૂપાલા, જયરાજસિંહના ફોટા પર ચોકડી સાથેના બેનરો લાગ્યા છે. રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના વિરોધમાં બેનર વૉર શરૂ થયું છે.

રૂપાલાના નિવેદન પર વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત

રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાને લઇને વિરોધનો વંટોળ જબરદસ્ત ફૂંકાયો છે, હવે રૂપાલાની વિવાદિત ટિપ્પણી પર વઢવાણ રાજવી પરિવાર આક્રોશિત થયો છે. રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી લડી લેવાનો તેમને સંકલ્પ કર્યો છે. સુધિરસિંહ ઝાલાએ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. આવા નિવેદનો કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હુંકાર કર્યો છે.

રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન

રાજ્યમાં ચાલી રહેલો રૂપાલાનો વિરોધ હજુ પણ શાંત પડ્યો નથી, પરશોત્તમ રૂપાલાને લઈને ભાવનગરના યુવરાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું. આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. જયવીરરાજસિંહે કહ્યું કે, યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે. 

પાટણમાં ક્ષત્રિયોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

પાટણમાં પણ પુરુશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો છે. પાટણમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થયુ છે. કલેક્ટર કચેરી ખાતે પુરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારે સુત્ર્ત્રોચાર કરવામાં આવ્યા હતા. આજે કલેક્ટર કચેરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા, અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ. આ સાથે જ કચેરીની બહાર પુરુશોત્તમ રૂપાલા વિરુદ્ધ હાય-હાય ના નારા પણ લગાવ્યા હતા. 

મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે, ક્ષત્રિયો મને માફ કરશેઃ રૂપાલા

ક્ષત્રિય સમાજનો કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ યથાવત છે. વિવાદ વચ્ચે રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ દાવો કર્યો હતો કે તેમની ઉમેદવારીને લઇને કોઇ વિવાદ નથી.  તેમણે કહ્યું હતું કે મોહન કુંડારીયા ઉમેદવાર તરીકે નહીં ડમી તરીકે ફોર્મ ભરશે. મે ક્ષત્રિય સમાજની માફી માંગી છે,ક્ષત્રિયો મને માફ કરશે. ત્રણ અને ચાર તારીખે રૂપાલા સરકારી કામે દિલ્હી જશે. દલિત સમાજ માટે કોઈપણ પ્રકારની અપમાનજનક ટિપ્પણી ન કર્યાનો તેમણે દાવો કર્યો હતો.

સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે

વધુમાં રૂપાલાએ કહ્યું હતું કે સમાજોને પોતાની વાત કરવાનો અધિકાર છે. ક્ષત્રિય સમાજ મુદ્દે જે પણ વિરોધ હોય તે માત્ર મારો છે. ક્ષત્રિય ધર્મ મુજબ મને ક્ષત્રિયો માફ કરશે. દલિત સમાજ વિરૂદ્ધ મારી કોઈ કોમેન્ટ નહોતી. મે દલિત સમાજનું કોઈ અપમાન કર્યુ નથી. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત છે. ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાએ મોટી જાહેરાત કરી હતી. આ અઠવાડિયાના અંતમાં મહાસંમેલન બોલાવવાની તેમણે જાહેરાત કરી હતી. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે અમે ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. છ કે સાત એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે.   

'હું એક દિવસ દિલ્હી જઇશ'

તેમણે કહ્યું હતું કે મને દિલ્હીથી કોઇ તેડું આવ્યું નથી. હું એક દિવસ માટે દિલ્હીના પ્રવાસે જઇશ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જઇશ. રૂપાલાએ કહ્યું કે મે ત્રણ અને ચાર એપ્રિલ અનામત રાખેલી છે. ત્રીજી અને ચોથી એપ્રિલના રોજ હું કેન્દ્ર સરકારના કામે દિલ્હી જઈશ. ઉમેદવાર બદલવા અંગેના સવાલો પર રૂપાલાએ કહ્યું હતું કે ઉમેદવાર બદલવાના અધિકાર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ પાસે છે. મોહન કુંડારીયા ડમી તરીકે ઉમેદવારી પત્રક ભરશે. મોહન કુંડારીયા રાજકોટ બેઠક પર ડમી ઉમેદવાર બનશે. મે કરેલી શાબ્દિક ભૂલની માફી માંગી લીધી છે. મને માફ કરવાની ક્ષત્રિય સમાજે હૈયાધારણા આપી છે. ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે હું વધુ કઈ કહેવા માંગતો નથી.

કાઠી ક્ષત્રિય મહિલા ગીતાબેને કર્યા રૂપાલાના વખાણ

પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડી પડ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે અને પરશોત્તમ રૂપાલાની ટિકીટ પાછી ખેંચવાની ભાજપ પાસે માંગ કરી રહ્યાં છે, ત્યારે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજની મહિલાની રૂપાલા સાથે ખાસ મુલાકાતે બધાનું ધ્યાન ખેંચ્યુ છે. આજે કાઠી ક્ષત્રિય મહિલા ગીતાબેન ગીડાએ રૂપાલા સાથે મુલાકાત કરી હતી, મુલાકાત બાદ તેમને રૂપાલાની તરફેણ કરી અને કહ્યું કે, રૂપાલાને ચૂંટણી લડાવવી જોઇએ. ગીતાબેને કહ્યું કે, પરશોત્તમ રૂપાલા સારા માણસ અને સાહિત્ય પ્રેમી છે. ક્ષત્રિય સમાજે રૂપાલાને માફ કરવા જોઇએ.

રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિય સમાજનું ભાજપને અલ્ટીમેટમ, 6-7 એપ્રિલે મહાસંમેલન

રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ફરી એકવાર આક્રોશમા આવ્યું છે, અને હવે મહાસંમેલન બોલાવવાનું નક્કી કર્યુ છે. આજે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ પરસોત્તમ રૂપાલા મામલે ભાજપને અલ્ટીમેટમ આપ્યુ છે, ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવાની પી.ટી.જાડેજાની જાહેરાત કરી છે. તેમને કહ્યું કે, આ અઠવાડિયાના અંતમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે, ભાજપના વિરોધી નથી, રૂપાલાનો વિરોધ છે. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આગામી 7 કે 7 એપ્રિલે ગુજરાતમાં મહાયુદ્ધ થશે. મહાસંમેલનમાં પાંચ લાખ ક્ષત્રિયો થશે એકઠા થશે. 90 સંસ્થાઓની આજે ફરીથી બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાઓ સાથે બેઠક મળશે. 

'કમલ કા ફૂલ હમારી ભૂલ' ના પૉસ્ટર સાથે સુરતમાં ક્ષત્રિયોએ આપ્યુ આવેદનપત્ર

રૂપાલાનો વિરોધ ગુજરાતમાં દરેક જિલ્લામાં વધી રહ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાત પણ આ લડાઇમાં જોડાઇ ગયુ છે. સુરતમાં ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે, સુરત શહેર અને જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ શરૂ થયો છે. અહીં 'કમલ કા ફૂલ હમારી ભૂલ'ના પૉસ્ટરો સાથે ક્ષત્રિય સમાજે વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કરણી સેના અને રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કમળનો વિરોધ કરવામાં આવ્યો છે. રૂપાલાને હટાવવામાં નહીં આવે તો આનાથી જલદ અને ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના વિરોધમાં આવેદનપત્ર પણ અપાયુ છે. ક્ષત્રિય સમાજનું અપમાન કર્યા હોવાનો રૂપાલા પર આરોપો લાગ્યા છે. ક્ષત્રિય સમાજનો આક્રોશનો ચોથા આસમાને પહોંચ્યો છે. સુરત શહેર- જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લાના સમસ્ત ક્ષત્રિય સમાજ, રાજપુત કરણી સેના, મહાકાલ સેના પણ આ વિરોધ પ્રદર્શન અને રેલીમાં જોડાઇ છે. રેલીના પગલે અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

'ઉમેદવાર પસંદ ના હોય તો પણ તમે મત ભાજપને આપજો, પીએમ મોદીને જોજો.....' - સીઆર પાટીલ

સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મોટી સલાહ આપી છે, તેમને કહ્યું કે, સ્થાનિક ઉમેદવારને નહીં તમે પીએમ મોદીને જોઇને મત આપજો. લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ગઇકાલે એક સભા દરમિયાન ગુજરાતના મતદારોને મોટી સલાહ આપી છે, તેમને સુરતમાં એક જાહેર મંચ પરથી ઉમેદવારને નહીં પરંતુ પીએમ મોદીને મત આપવાની અપીલ કરી છે. ગઇકાલે સીઆર પાટીલે સુરતમાં ડૉક્ટર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં સંબોધન દરમિયાન ચૂંટણી પ્રચાર કર્યો હતો, સીઆર પાટીલ કહ્યું કે, ઉમેદવારને નહીં PM મોદીને જોઈ મત આપજો. ભાજપના ઉમેદવારને જોઈને નહીં, PMને જોઈ મતદાન કરવું. ઉમેદવાર ભલે પસંદ ના હોય પણ મત PM મોદીને જોઈને જ આપજો. સીઆર પાટીલે વધુમાં આકરા શબ્દોમાં કહ્યું કે, જો ઉમેદવાર કામ ના કરતો હોય તો મને કહેજો, હું PM મોદીને કહીશ કે આ ઉમેદવાર કામ નથી કરતો. મોબાઈલમાં રહેલા કૉન્ટેક્ટ નંબર પર રોજ એક મેસેજ કરો. મિત્ર, સંબંધી તમામને મેસેજ કરીને PMને જીતાડવાનું કહો.

મિશન બનાસકાંઠા પર સી.આર.પાટીલ

આજે મિશન બનાસકાંઠા પર સી.આર.પાટીલ પહોંચ્યા છે. વાવમાં બ્રહ્મ સમાજના કાર્યક્રમમાં સી.આર.પાટીલ પહોંચ્યા છે. બનાસકાંઠા ભાજપના તમામ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યાં. પરબત પટેલ, ડો. રેખાબેન ચૌધરી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. વાવના બ્રહ્મ સમાજના આગેવાન અમીરામભાઈ ભાજપમાં જોડાયા છે. અમીરામભાઈ 2022માં લડ્યા હતા અપક્ષ ચૂંટણી. પાટીલે આ દરમિયાન કહ્યું કે, પીએમ મોદી દુરનદેશી નેતા છે.

રાજકોટમાં રૂપાલાને બદલવાની વાત માત્ર અફવા

રાજકોટમાં ઉમેદવાર બદલવાની ચર્ચાને ભાજપે અફવા ગણાવી છે, પરશોત્તમ રૂપાલાને બદલવાની વાતને મોકરિયાએ અફવા ગણાવી છે. રાજકોટના ઉમેદવાર બદલવા મુદ્દે ભાજપની સ્પષ્ટતા કરી છે. રૂપાલાને બદલવાની ચર્ચા અફવા છે. થોડીવારમાં રાજકોટ ભાજપની મહત્વની પ્રેસ કોંફ્રેંસ થશે. ઉમેદવાર બદલી મોહન કુંડારિયાને ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ થઇ રહી છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટની બેઠક ટોક ઓફ ધ ટાઉન બની છે. રાજકોટમાં કોણ કરશે ઉમેદવારી તેને લઈ અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. મોહન કુંડારિયાએ ઉમેદવારની તૈયારી કરી હોવાની ચર્ચાઓ છે. 

દેશના સર્વાંગી વિકાસનો પીએમ મોદીએ કર્યો પ્રયાસઃ પાટીલ

દેશના સર્વાંગી વિકાસનો પીએમ મોદીએ પ્રયાસ કર્યો છે. મહિલાઓને સ્વનિર્ભર કરવાનો પીએમ મોદીનો સંકલ્પક છે. દેશની દિકરીઓ સેનામાં જોડાઇ છે. દેશનો યુવાન સ્વાવલંબી બનાવવા PM મોદી અનેક યોજનાઓ લાવ્યા છે. યુવાનોને વ્યવસાય માટે વગર વ્યાજની લોન આપવાની યોજના છે. PM મોદીએ દેશના યુવાનો પર મુક્યો પુરો ભરોસો છે. દેશના યુવાનોને સ્વાવલંબી બનાવવા કેન્દ્રની અનેક યોજના છે. પીએમ મોદી ખેડૂતોને આર્થિક સદ્ધર કરવા યોજના લાવ્યા છે. ત્રણ તબક્કામાં ખેડૂતોના ખાતામાં બે બે હજાર જમા કરાવ્યા છે. ખેડૂતો માટે યોજના તૈયાર કરનાર એક માત્ર મોદી સરકાર છે. ખેડૂત લાચાર ન રહે તે માટે કેન્દ્ર સરકારના પ્રયાસ થઇ રહ્યાં છે.

લીંબડી ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના આવેદનપત્ર અપાયુ

લીંબડી ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદન મામલે આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી કરી છે. લીંબડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અનુ.જાતિના કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરોધ કરેલ અપમાનજનક નિવેદનને વખોડી કાઢી રોષ દાખવ્યો છે. પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પર લોકસભાના ઉમેદવાર તરીકે હટાવવાની માંગ કરી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ બેઠક પર પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનની અસર પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.  પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઇ રહ્યો છે. 

જામનગરના જોડિયામાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ

રૂપાલા મામલે હવે જામનગરના જોડિયામાં પણ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે, રૂપાલાના નિવેદનને લઈ જોડિયામાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

રાજકોટના ઉમેદવાર બદલાની અટકળો પર ભાજપની પ્રતિક્રિયા

રાજકોટના ઉમેદવાર બદલાની અટકળો પર ભાજપની પ્રતિક્રિયા છે, ઉમેદવાર બદલવાની ચર્ચાને ભાજપે ગણાવી છે અફવા, ભાજપ વતી પ્રવક્તા રાજુ ધ્રુવે અધિકૃત રીતે આપી છે જાણકારી, મોહન કુંડારીયાને પણ ઉમેદવાર બનાવવાની ચર્ચા પર સ્પષ્ટતા કરી છે. કુંડારીયાએ નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરાતા ચર્ચા શરૂ થઈ હતી. ઉમેદવાર બદલવાની ચર્ચાને રાજુ ધ્રુવે ગણાવ્યું એપ્રિલ ફુલ. રાજકોટમાં હાલ ભાજપની બેઠક ચાલી રહી છે 

રાજકોટના ઉમેદવાર બદલાની અટકળો પર ભાજપની પ્રતિક્રિયા

રાજકોટના ઉમેદવાર બદલાની અટકળો પર ભાજપની પ્રતિક્રિયા છે, ઉમેદવાર બદલવાની ચર્ચાને ભાજપે ગણાવી છે અફવા, ભાજપ વતી પ્રવક્તા રાજુ ધ્રુવે અધિકૃત રીતે આપી છે જાણકારી, મોહન કુંડારીયાને પણ ઉમેદવાર બનાવવાની ચર્ચા પર સ્પષ્ટતા કરી છે. કુંડારીયાએ નો ડ્યુ સર્ટિફિકેટ તૈયાર કરાતા ચર્ચા શરૂ થઈ હતી. ઉમેદવાર બદલવાની ચર્ચાને રાજુ ધ્રુવે ગણાવ્યું એપ્રિલ ફુલ. રાજકોટમાં હાલ ભાજપની બેઠક ચાલી રહી છે 

ક્ષત્રિય નેતાની મધ્યસ્થીથી અમરેલી ભાજપમાં ડેમેજ કન્ટ્રૉલ સફળ

અમરેલી બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપ સફળ રહ્યુ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલીમાં ડેમેજ કન્ટ્રોલ કરાવ્યુ છે. સાંસદ અને ધારાસભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજાની બેઠક થઇ. અમરેલીમાં થયેલા વિવાદને બિનરાજકીય ગણાવાયો છે. વિવાદને ચૂંટણી કે ટિકિટ સાથે નહીં લેવાદેવાનો દાવો કરાયો છે.

ચૂંટણી બોન્ડ ડેટાના કારણે શું ભાજપને કોઈ આંચકો લાગી રહ્યો છે? 

એવું પૂછવામાં આવતા પીએમ મોદીએ કહ્યું, મેં એવું શું કર્યું છે કે આંચકો લાગે? મને ખાતરી છે કે જેઓ આજે (ઇલેક્ટોરલ બોન્ડ્સ પર) હંગામો મચાવી રહ્યા છે તેઓને તેનો પસ્તાવો થશે. હું તમામ નિષ્ણાતોને પૂછવા માંગુ છું કે કઈ એજન્સી 2014 પહેલા ચૂંટણીમાં વપરાતા નાણાંને શોધી શકે છે. અમુક ખર્ચ તો થયો જ હશે. મોદી ચૂંટણી બોન્ડ લાવ્યા અને તેથી આજે તમે જાણો છો કે કોણે કોને કેટલું ફંડ આપ્યું.


આપને જણાવી દઈએ કે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટે સરકારે 2017માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવી હતી. આ વર્ષે 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી અને ચૂંટણી પંચને ડેટા જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો.


વિપક્ષ પર નિશાન સાધતા PM મોદીએ કહ્યું, આજે દેશ પાછલી સરકારોની ભૂલો ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારતીય માછીમારો માછલી પકડવા માટે દરિયામાં જાય છે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવે છે. તેમની બોટ પકડાઈ છે, આ કોંગ્રેસના પાપનું પરિણામ છે કે આજે પણ આપણા માછીમારો સજા ભોગવી રહ્યા છે. વાત કરવામાં આવે તો ડીએમકે જેવા પક્ષો જે કોંગ્રેસના સહયોગી છે તેઓ પણ મોઢું બંધ કરીને બેસી જાય છે. જેઓ ઈન્ડિયા ગઠબંધનમાં છે તેઓ ન તો દેશના સૈનિકો કે ખેડૂતોના કલ્યાણ વિશે વિચારી શકે છે ન તો માછીમારો વિશે. ખેડૂતોને નફરત કરતા ઈન્ડિયા ગઠબંધનએ ચૌધરી ચરણ સિંહનું સન્માન પણ કર્યું ન હતું. સંસદની અંદર ઈન્ડિયા ગઠબંધનએ શું કર્યું તે સમગ્ર દેશે જોયું છે. જ્યારે અમારા નાના ભાઈ જયંત ચૌધરી ચૌધરી ચરણ સિંહ વિશે બોલવા માટે સંસદમાં ઉભા થયા ત્યારે તેમનો અવાજ રોકવાના પ્રયાસો કરવામાં આવ્યો હતો.

ઈલેક્ટોરલ બોન્ડને લઈને પહેલીવાર પીએમ મોદી બોલ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા હતા અને તેથી ફંડિંગનો સ્ત્રોત આજે જાણી શકાય છે. તેમણે એમ પણ પૂછ્યું કે શું કોઈ એજન્સી અમને કહી શકે છે કે 2014 પહેલા ચૂંટણીમાં કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા હતા. PM મોદીએ થાંથી ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ચૂંટણી બોન્ડના કારણે હવે અમે ફંડિંગનો સ્ત્રોત શોધી શકીએ છીએ. કંઈ પણ પૂર્ણ નથી હોતું, અપૂર્ણતાને સુધારી શકાય છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા

કોંગ્રેસમાં હજુ ટિકીટ માટે મંથન યથાવત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ભાજપ એક્શનમાં આવ્યુ છે, ભાજપના નેતાઓ મેદાનમાં આવ્યા છે, અને પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલીમાં પણ ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કરીને સ્થિતિ સંભાળી હોવાની વાતો સામે આવી છે. જોકે, વળી, કોંગ્રેસમાં હજુ પણ ટિકીટને લઇને મંથન ચાલી રહ્યું છે, ગુજરાતમાં કોંગ્રેસે સાત ઉમેદવારો માટે હજુ સુધી મેન્ડેટ જાહેર નથી કર્યા. 

ગુજરાતમાં ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કર્યુ

અમરેલી બેઠક પર ડેમેજ કન્ટ્રોલ કરવામાં ભાજપ સફળ રહ્યુ છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલીમાં ડેમેજ કન્ટ્રોલ કરાવ્યુ છે. સાંસદ અને ધારાસભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજાની બેઠક થઇ. અમરેલીમાં થયેલા વિવાદને બિનરાજકીય ગણાવાયો છે. વિવાદને ચૂંટણી કે ટિકિટ સાથે નહીં લેવાદેવાનો દાવો કરાયો છે.

ટિકિટના કકળાટ વચ્ચે ભાજપ નેતાનો બળાપો

ભાજપની શિસ્તબંધ કહેવાતી પાર્ટીમાં પણ ઉમેદવારોના નામને લઇને વિખવાદની સ્થિતિ જોવા મળી રહી છે. આ સ્થિતિમાં ભાજના નેતા ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવતા કહ્યું કે, “'રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ''પક્ષ પ્રત્યેની નિષ્ઠા,વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ,જ્ઞાતિવાદ-જાતિવાદનો બોમ્બ સૌથી વધુ ભયજનક, જે મેરીટ ગુણવત્તાના ફુરચા ઉડાડી દે છે”  




ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમાં દામોદર અગ્રવાલને રાજસ્થાનની ભીલવાડા લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા ભાજપે ગઈકાલે તેના ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી હતી. જેમાં પંજાબની ગુરદાસપુર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ અને બૉલીવૂડ એક્ટર સની દેઓલની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. તેમની જગ્યાએ દિનેશ સિંહને ટિકિટ આપવામાં આવી હતી.


દિલ્લીમાં કૉંગ્રેસ CECની બેઠક, 7 બેઠકોના ઉમેદવારોને લઈને થશે મંથન

લોકસભાની બાકીની સાત બેઠકોના ઉમેદવારોને લઈને CECની બેઠકમાં મંથન થશે. સુરેન્દ્રનગર અને રાજકોટ બેઠકને લઈને ગુંચવાયેલું  કોકડું ઉકેલવાના પ્રયાસ કરવામાં આવશે. સુરેન્દ્રનગરથી રાજેશ ગોહિલ, ઋત્વિક મકવાણાનું નામ ચર્ચામાં  છે.સુરેન્દ્રનગરથી કૉંગ્રેસ મહિલા ઉમેદવારને પણ ટિકિટ  આપી શકે છે,સુરેન્દ્રનગરથી કલ્પના મકવાણાનું નામ પણ ચર્ચામાં  છે.રાજકોટથી પરેશ ધાનાણીને ચૂંટણી લડાવવાના પ્રયાસો યથાવત છે. ધાનાણી ઈન્કાર કરે તો હિતેષ વોરાને  ટિકિટ મળી શકે છે,જૂનાગઢથી હીરા જોટવા, જલ્પા ચુડાસમાનું નામ ચર્ચામાં છે. મહેસાણાથી આશાબેન ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે.


બ્રેકગ્રાઉન્ડ

Gujarat Lok Sabha Election: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે હવે ભાજપ એક્શનમાં આવ્યુ છે, ભાજપના નેતાઓ મેદાનમાં આવ્યા છે, અને પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલીમાં પણ ભાજપે ડેમેજ કન્ટ્રૉલ કરીને સ્થિતિ સંભાળી હોવાની વાતો સામે આવી છે. જોકે, વળી, કોંગ્રેસમાં હજુ પણ ટિકીટને લઇને મંથન ચાલી રહ્યું છે, ગુજરાતમાં કોંગ્રેસે સાત ઉમેદવારો માટે હજુ સુધી મેન્ડેટ જાહેર નથી કર્યા. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.