Gujarat Political News: ગઇકાલે દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ ચૂકી છે, ગઇકાલે બપોરે ચૂંટણી પંચે દેશમાં સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો કબજે કરવા કવાયત શરૂ કરી છે. હાલમાં માહિતી મળી છે કે, ભાજપે બનાસકાંઠામાં વધુ એક પક્ષપલટો કરીને અપક્ષ ચૂંટણી લડેલા નેતા લેબજી ઠાકોરને પક્ષમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે. હવે ગમે તે સમયે લેબજી ઠાકોર ભાજપમાં જોડાઇ શકે છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતાં જ ભાજપને પણ ઠાકોર નેતાની જરૂર પડી છે.
લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ એક્શન મૉડમાં આવ્યુ છે. અગાઉ પક્ષમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનારા નેતાને ભાજપ ફરીથી પક્ષમાં આવકારી રહ્યું છે. સુત્રો અનુસાર, ગઇ વિધાનસભા ચૂંટણી દરમિયાન જિલ્લાની ડીસા બેઠક પરથી બળવો કરીને અપક્ષ ઉમેદવાર બનેલા લેબજી ઠાકોરને ભાજપ ફરીથી પક્ષમાં લાવશે, ગમે તે સમયે લેબજી ઠાકોર ફરીથી કેસરિયો કરશે. ગઇ વિધાનસભા વખતે ભાજપે લેબજી ઠાકોરને અવગણીને ટિકીટ ન હતી આપી પછી લેબજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણીમાં 45000થી વધુ મતો પણ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા બેઠક પરથી ભાજપે પહેલાથી જ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી દીધી છે. ગેનીબેનના મેદાનમાં આવતાની સાથે જ ભાજપને પણ હવે જિલ્લામાં ઠાકોર મતોને સાધવા માટે ઠાકોર નેતાની જરૂર પડી છે.
સાબરકાંઠા ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ વકર્યો, ડામોરમાંથી ઠાકોર થયાની ચર્ચા
થોડાક દિવસો પહેલા ભાજપે પોતાની બીજી યાદી જાહેર કરી હતી, આ યાદીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે પોતાનો નવો ઉમેદવાર ઉતાર્યો હતો, જેમાં દીપસિંહ રાઠોડના સ્થાન ભીખાજી ઠાકોરને પક્ષનું લોકસભા મેન્ડેટ મળ્યુ હતુ, જોકે, ભીખાજી ઠાકોરને ટિકીટ મળતાંની સાથે જ સાંબરકાંઠા મત વિસ્તારમાં ભીખાજી ઠાકોરની અટકને લઇને વિવાદ શરૂ થયો હતો, આ અંગે એક વૉટ્સએપ પૉસ્ટ વાયરલ થઇ રહી હતી જેમાં ભીખાજી ઠાકોરને ભીખાજી ડામોર અટક સાથે દર્શાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા બેઠક પર ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે જેને લઇને આ વિવાદ વધુ વકર્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.
સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી
સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો -
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.