Gujarat Rain Update Live: રાજ્યભરમાં મેઘમહેર યથાવત, આગામી 24 કલાકમાં આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.
રાજ્યભરમાં શ્રીકાર વરસાદની સ્થિતિ છે. હાલ વરસાદે રાજ્યભરમાં જમાવટ કરી છે. પાટણ જિલ્લામાં સર્વત્રિક વરસાદ છે. તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
બોટાદના લાઠીદડ ગામે છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે રોડ ઉપર પાણી ફરી વળ્યાં છે. આ પંથકના ચેકડેમો ઓવરફ્લો થયા છે. તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે.
જુનાગઢના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. બે કલાકમાં 65 મીલીમીટર વરસાદ ખાબક્યો છે. વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે મગફળીના પાકમાં નુકસાની થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. નાની વાવડી ગામે પુલની દિવાલ ધરાશાયી થતાં વાહન ચાલકો જીવના જોખમે પુલ પસાર કરી રહ્યા છે . કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ સમારકામ કરવાની માંગણી ગ્રામજનો કરી રહ્યાં છે.
રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દહેગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના રસ્સા પર પાણી ભરાયા છે.
રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. દહેગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના રસ્સા પર પાણી ભરાયા છે.
અમદાવાદ, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી કરી છે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરી છે. જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ સહિત મહેસાણા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ભાવનગર, બોટાદ, દીવ, દ્વારકામાં પણ મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે.
સુરત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરના અઠવા, પાર્લે પોઈન્ટ, ઉમરા પીપલોદ, મગદલ્લા, વેસુ, પાલ, ડભોલી, કતારગામ, અડાજણ, રાંદેર, કીમ, કોસંબા, મૂળદ સહિતના ગામમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ખેતી પાકને અનુરૂપ ધીમીધારે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે
રાજ્યમાં આગામી એક કલાક વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો હવામાનની આગાહી મુજબ આગામી એક કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદનો અનુમાન છે. પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. ખેડા, દાહોદ, આણંદ, રાજકોટમાં પણ વરસાદનો અનુમાન છે. જામનગર, અમરેલી, દ્વારકા, બોટાદમાં પણ વરસાદની આગાહી છે. ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ ઉપરાંત પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુરમાં વરસાદ પડવાનો અનુમાન છે.
ભારે વરસાદ વરસ્યા બાદ મોરબીમાં જોવા મળી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.શહેરના શનાળા રોડ, GIDC ,કન્યા છાત્રાલય રોડ, સહિતનો વિસ્તારો જળમગ્ન થયા છે. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા પ્રશાસનની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
રાજકોટ-અમદાવાદ હાઈવે પર મૂસળધાર વરસાદના કારણે ચાંગોદર, બાવળા નજીક ધોધમાર વરસ્યો વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલકી વધી છે. બીજી તરફ ખેતરો પાણીમાં ગરકાવ થઇ જતાં સમગ્ર ઘરતીપુત્રોની પણ ચિંતા વધી છે.
નવસારીમાં પણ વરસાદે જમાવટ કરી છે. છૂટાછવાયા વરસાદમાં કાચું મકાન ધરાશાયી થયું છે. નવસારીના કુકેરી ગામમાં ભારતીબેન પટેલ નામની મહિલાનું મકાન ધરાશાયી થતા ઘરની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. જો કે સદભાગ્યે કોઇ જાનહાનિ નથી થઇ. જો કે પરિવાર બેઘર થતાં મુશ્કેલીમાં મૂકાયુ છે.
અરવલ્લીમાં જિલ્લામાં પણ સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભિલોડાનો મુખ્ય બજાર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. ગોવિંદનગરમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ધનસુરાના બસ સ્ટેશન વિસ્તાર અને હાઇવે પર પણ પાણી ભરાયા છે.
પાટણ જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સાંતલપુરના વારાહી, અબીયાણા, નવાગામ અને ઉનડી સહીતના ગામડાઓમાં વરસાદ વરસ્યો. રાધનપુર, ભીલોટ, જાવંત્રી અને પાણવી સહીતના વિસ્તારોમાં મેઘમહેરની સ્થિતિ યથાવત છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Rain Update Live: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે.
સારા વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીનો ભારે આવક થઇ રહી છે. 29 ડેમ હાઈએલર્ટ પર છે. 11 જળાશય એલર્ટ તો 15 ડેમો વોર્નિંગ પર છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ 46.30 ટકા પાણીનો જથ્થો છે.ભારે વરસાદની સાથે રાજ્યના જળાશયો ઓવરફ્લો થઇ રહ્યા છે. રાજ્યના 207 પૈકી 21 જળાશયો સંપૂર્ણ ભરાઇ ચૂક્યાં છે. સૌરાષ્ટ્રના 15, કચ્છના 5 અને દક્ષિણ ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 39 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 100 ટકા, સૌરાષ્ટ્રમાં 55.53 ટકા, તો ઉત્તર ગુજરાતમાં 37.03 ટકા, તો દક્ષિણ ગુજરાતમાં 29.52 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્ય પાંચ જિલ્લામાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ.. કચ્છમાં 100 ટકા.. તો જૂનાગઢ જિલ્લામાં 75.28 ટકા, ગીર સોમનાથમાં 58.61 ટકા, નવસારીમાં 36.34 ટકા, તો વલસાડ જિલ્લામાં સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.
કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ શરૂ ગયો છે. રાપર તાલુકાના રામવાવ, ખેંગારપર સહિત ભચાઉના ભરૂડિયા સહિતના વિસ્તોરમાં વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણા, રવાપર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. અબડાસાના ખીરસરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે. સવારથી જ અમદાવાદમાં ડિબાંગ વાદળો છવાયા છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, વેજલપુરમાં સહિતના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ અને મેઘાંડરને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. બગોદરાથી બાવળા વચ્ચે ધોધમાર વરસાદના કારણે વિઝિબિલિટી શૂન્ય બરાબર હતી જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -