Khyati Hospital: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાસ થયો છે. હાલમાં જ કડીના બોરીસણા ગામે કેમ્પ યોજ્યો હતો, જે પછી બે લોકોના મોત થતાં હોબાળો થયો હતો. હવે આ બધાની વચ્ચે કડીના વધુ એક ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો હતો, જેમાં પણ દર્દીઓને ખોટી રીતે ચેકઅપ કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે. ખરેખરમાં, કડીના બલાસણ ગામે ગત 10 નવેમ્બરે ફ્રી ચેકએપ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 દર્દીઓએનું ચેકઅપ કરાયુ હતુ, આ દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા. 


અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે. ગત 10 નવેમ્બરે કડીના બલાસણ ગામે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલે ફ્રી મેડકલ કેમ્પ યોજ્યો હતો, જેમાં 45 લોકોનું ચેકઅપ કરાયુ હતુ. આ કેમ્પ દરમિયાન ખ્યાતિ હૉસ્પિટલે દર્દીઓને ખોટી રીતે કમર, મણકા-ઘૂંટણના દર્દીઓના કાર્ડિયોગ્રામ પણ કાઢવામાં આવ્યા હતા. સાથે સાથે ખ્યાતિના સ્ટાફે દર્દીઓ સાથે એવી પણ પુછપરછ કરી હતી કે, તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે કે નહીં. 


ફ્રી મેડિકલ ચેકઅપના નામે ખ્યાતિ હૉસ્પિટલે કડીના વધુ એક ગામમાં બલાસણ પણ કેમ્પ યોજીને કાળી કરતૂત કરી હોવાનો પર્દાફાશ થયો છે. ગક 10 નવેમ્બરે બલાસણમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે પેટના રોગ, કમર-મણકાંના રોગ, ઘુંટણ-સાંધાના રોગ, પથરી પ્રૉસ્ટેટના રોગની સારવાર માટે મફત નિદાન કરવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં 45 લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતુ. તે પૈકી મોટાભાગના દર્દીઓના કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યા હતા. કમર-મણકાંનો દુઃખાવો, ઘુંટણ-સાંધાનો દુઃખાવો હોય તો પણ દર્દીને અલાયદા રૂમમાં લઈ જઈને કાર્ડિયોગ્રામ કાઢવા ડૉક્ટરો સલાહ આપતા હતા. એક દર્દીનો દાવો છે કે આંખોની તપાસ માટે ગયો હતો, ત્યારે ડોક્ટરે કહ્યું કે આયુષ્યમાન કાર્ડ છે મે હા પાડતા એણે કહ્યું કે આ રૂમમાં જાઓને કાર્ડિયોગ્રામ કાઢવી લો, આ સાંભળીને અચંબામાં મુકાઈ ગયો હતો, એટલું જ નહીં ત્યાં સુધી કહ્યું કે અમદાવાદ આવી જાઓ બધી સારવાર મફત થઈ જશે. ટૂંકમાં કોઈપણ રોગના દર્દીને હ્રદય રોગ છે તેવો ડર દેખાડી ખ્યાતિ હૉસ્પિટલમાં દર્દીઓની બારોબાર સારવાર કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે.


ખ્યાતિ હૉસ્પિટલ મોતકાંડ, જાણો શું છે સમગ્ર મામલો - 
અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની  સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થતાં  પરિવારજનો બેદરકારી અને છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યાં છે.  સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા હતા.   


કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે.  સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.ઉલ્લેખનિય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની  એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. અને  7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં  સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા હતા.  


આ પણ વાંચો....


2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક