Lok Sabha Election: ભાજપે ગઇકાલે પોતાની પાંચમી યાદી જાહેર કરી, આ યાદીમાં ભાજપે ગુજરાતમાં બાકી રહેલી 6 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા જેમાં સાબરકાંઠા બેઠક પરના ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. ખાસ વાત છે કે, સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને કાપીને ભાજપે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા, ભાજપે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબા બારૈયાને લોકસભાની ટિકીટ આપી છે. ટિકીટ મળતાની સાથે જ શોભનાબા બારૈયા આજે શામળાજી મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. 

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર શોભનાબા બારૈયાને મેદાનમાં ઉતાર્યા છે, શોભનાબા બારૈયાને ટિકીટ મળતાની સાથે જ આજે તેઓ અરવલ્લીના સુપ્રિદ્ધ મંદિર શામળાજી મંદિર પહોંચ્યા હતા, અહીં તેમને શામળીયાના દર્શન કર્યા અને પૂજા કરી હતી. શોભનાબાએ પ્રચાર શરૂ કરતાં પહેલા શામળાજી મંદિરમાં દર્શન કર્યા અને પહેલી પ્રતિક્રિયા આપી હતી, તેમને આ દરમિયાન મીડિયા સમક્ષ કહ્યુ હતુ કે, ‘ભીખાજી મારા મોટા ભાઈ છે’ અને ‘ભીખાજીના આશીર્વાદ બાદ અમે આગળ વધીશું‘. શોભનાબા બારૈયાએ પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરવાનો મોકો મળ્યો છે. શોભનાબા બારૈયા પ્રાથમિક શાળાના શિક્ષિકા છે, અને હાલ પક્ષમાં કોઈ હોદ્દો ધરાવતા નથી.

સાબરકાંઠા બેઠક પર બદલાયા છે ઉમેદવાર 
આ પહેલા લોકસભા 2024 ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવી હતી, પ્રથમ યાદીમાં ભારતીય જનતા પાર્ટીએ સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને પક્ષની ટિકીટ આપી હતી. પરંતુ ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમો થતી ચૂંટણી લડવા માટે અનિચ્છા દર્શાવી, અને ભારતીય જનતા પાર્ટીએ ગઇકાલે પાંચમી યાદીમાં સાબરકાંઠા લોકસભા બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી હતી. પ્રાંતિજ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબા મહેન્દ્રસિંહ બારૈયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. શોભનાબાનું નામ જાહેર થતાં તેમના સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા. શોભનાબા બારૈયા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ નિભાવી રહ્યાં છે.

2024 લોકસભા ચૂંટણીમાં ભાજપના 12 સાંસદ રિપીટ, 14ના પત્તા કપાયા, જુઓ સંપૂર્ણ લિસ્ટ - 

  2024 લોકસભામા ભાજપના ઉમેદવાર
       
બેઠક 2019માં સાંસદ 2024માં ઉમેદવાર રિપીટ કે પત્તુ કપાયું
       
ગાંધીનગર અમિત શાહ અમિત શાહ રિપીટ
       
નવસારી સી આર પાટીલ સી આર પાટીલ રિપીટ
       
ખેડા દેવુસિંહ ચૌહાણ દેવુસિંહ ચૌહાણ રિપીટ
       
કચ્છ વિનોદ ચાવડા વિનોદ ચાવડા રિપીટ
       
જુનાગઢ રાજેશ ચૂડાસમા રાજેશ ચૂડાસમા રિપીટ
       
પાટણ ભરતસિંહ ડાભી ભરતસિંહ ડાભી રિપીટ
       
દાહોદ જસવંતસિંહ ભાભોર જસવંતસિંહ ભાભોર રિપીટ
       
ભરુચ મનસુખ વસાવા મનસુખ વસાવા રિપીટ
       
બારડોલી પ્રભુ વસાવા પ્રભુ વસાવા રિપીટ
       
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હસમુખ પટેલ રિપીટ
       
આણંદ મિતેષ પટેલ મિતેષ પટેલ રિપીટ
       
જામનગર પૂનમ માડમ પૂનમ માડમ રિપીટ
       
વલસાડ કે.સી.પટેલ ધવલ પટેલ પત્તુ કપાયું
       
સુરત દર્શના જરદોશ મુકેશ દલાલ પત્તુ કપાયું
       
અમદાવાદ પશ્ચિમ ડૉ. કિરીટ સોલંકી દિનેશ મકવાણા પત્તુ કપાયું
       
સુરેન્દ્રનગર ડો.મહેન્દ્ર મુંજપરા ચંદુભાઇ શિહોરા પત્તુ કપાયું
       
ભાવનગર ભારતીબેન શિયાળ નિમુબેન બાંભણીયા પત્તુ કપાયું
       
બનાસકાંઠા પરબત પટેલ ડૉ.રેખાબેન ચૌધરી પત્તુ કપાયું
       
અમરેલી ભરત સુતરિયા નારણ કાછડિયા પત્તુ કપાયું
       
રાજકોટ મોહન કુંડારિયા પુરુષોત્તમ રુપાલા પત્તુ કપાયું
       
પોરબંદર રમેશ ધડૂક મનસુખ માંડવિયા પત્તુ કપાયું
       
વડોદરા રંજન ભટ્ટ હેમાંગ જોશી પત્તુ કપાયું
       
પંચમહાલ રતનસિંહ રાઠોડ રાજપાલસિંહ જાદવ પત્તુ કપાયું
       
સાબરકાંઠા  દીપસિંહ રાઠોડ શોભનાબેન બારૈયા પત્તુ કપાયું
       
છોટાઉદેપુર ગીતાબેન રાઠવા જસુ રાઠવા પત્તુ કપાયું
       
મહેસાણા શારદાબેન પટેલ હરિભાઇ પટેલ પત્તુ કપાયું