ગાંધીનગરઃ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


બીજી તરફ અમદાવાદમાં આગામી બે દિવસમાં ગરમીનો પારો વધીને 42 ડિગ્રીને પાર થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  બીજી તરફ અમદાવાદમાં હજુ પણ 27 જુન સુધી વરસાદની સંભાવના નહીંવત છે. અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન ગરમી વધી શકે છે અને તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી જવાની સંભાવના દર્શાવાઈ છે.


ભજીયા ખાધા બાદ 12 લોકોને ફૂડ પોઇઝનિંગ 
ઘોઘંબા તાલુકાના સાજોરા ગામના વાવકુલ્લી ફળિયાના રહીશ રમણભાઇ  ભીખાભાઈના ઘરે મેહમાન આવ્યાં હતાં. ઘરે મહેમાન આવતા તેમના જમણવારમાં  ભજીયા બનાવ્યાં  હતા. આ  ભજીયા મહેમાન સહિત ઘરના અન્ય સભ્યોએ આરોગતા  તમામને ફૂડ પોઇઝનિંગ અસર થઇ હતી. ભજીયા  ખાધા  બાદ એક કલાક વીત્યા બાદ  તમામ ને ગભરામણ અને ઉલ્ટી-ઝાડાની એક સાથે ફરિયાદ ઉઠતા  તાત્કાલિક નજીકના ખાનગી દવાખાને લઈ જવાયા હતા. પરંતુ  ફૂડ પોઇઝનિંગની અસર જણાતા તમામ ને 108 એમ્બયુલેન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માંટે ખસેડવામાં આવ્યાં હતા. 


12 લોકોમાંથી એકની હાલત ગંભીર 
ખોરાકી ઝેરની અસર થતા એક બાળકી સહિત 12 જેટલા વ્યક્તિઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમની  સારવાર શરૂ કરી હતી. સારવાર દરમિયાન એક વ્યક્તિની હાલત ગંભીર જણાઈ આવતા  વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. ખોરાકી ઝેરની અસર પામેલા અન્ય તમામ લોકોને સમયસર સારવાર મળતા તમામની હાલતમાં સુધાર જોવા મળ્યો હતો.


મહેસાણામાંથી 30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું
મહેસાણા SOG પોલીસને મોટી સફળતા મળી છે. મહેસાણા જિલ્લાના વડું મથક ઊંઝા શહેરમાંથી પોલીસે 30 લાખના  MD ડ્રગ્સના જથ્થા સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. ભૂરારામ ગોદારા અને અન્ય એક સગીર વયનો બાળક સાથે મળી  ઊંઝા શહેરમાં MD ડ્રગ્સઉ વેચાણ કરતા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવી મહેસાણા અને પાટણ જિલ્લામાં સપ્લાય  કરતાં હતા. 


 


Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત


Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો


Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો


SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે