Gujarat Vidhan Sabha Monsoon Season: આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂઆત થશે. આને લઇને સરકાર અને વિપક્ષ બન્ને તૈયાર છે. આજે એટલે કે તારીખ 21 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ગાંધીનગર વિધાનસભામાં ચોમાસા સત્રની શરૂઆત થશે. આ પહેલા ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે એક બેઠક શરૂ કરવામાં આવશે.


ગુજરાત વિધાસસભામાં આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે જે આગામી ત્રણ દિવસના સુધી ચાલશે. આ ચોમાસું સત્રમાં સરકાર 5 વિધેયક રજૂ કરશે. બપોરે 12 વાગે ટુંકી મુદ્દતના 5 પ્રશ્નોથી ગૃહની કાર્યવાહી શરૂ થશે. આ સત્રમાં સરકાર તરફથી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવતો એક સંકલ્પ રજૂ કરાશે. આ સંકલ્પ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમાં રજૂ કરશે. મળતી માહિતી અનુસાર આ સત્રમાં માનવ બલિ-કાળા જાદૂ અટાકાવવા વિધયેક લાવવામાં આવશે. ઉપરાંત તારાંકિત પ્રશ્નોત્તરી કાળના બદલે ટૂંકી મુદ્દતમાં પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવનારી છે. અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવો એ અંગેનું એક વિધેયક રજૂ કરાશે, જેને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરશે. 


રાજ્યના 857 કરોડ રુપિયાના ખર્ચે થશે નાના યાત્રાધામોનો વિકાસ, જુઓ સમગ્ર યાદી


ગાંધીનગર: ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક પ્રવાસનને વેગ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોના વિકાસ ઉપરાંત, રાજ્ય સરકાર નાના-નાના યાત્રાધામોનો પણ જબરદસ્ત વિકાસ કરી રહી છે. રાજ્ય સરકારે નાના-નાના યાત્રાધામો ખાતે કુલ અંદાજે ₹857.14 કરોડના ખર્ચે વિકાસકાર્યોનું આયોજન હાથ ધર્યું છે.


આગામી 25 વર્ષના વિઝન સાથે વિકાસનું માસ્ટર પ્લાનિંગ


ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ જણાવે છે કે રાજ્યના તમામ યાત્રાધામોનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં માત્ર મંદિરોનો જ વિકાસ નહીં, પરંતુ મંદિર પરિસરની સાથે-સાથે સમગ્ર યાત્રાધામનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી આગામી 20-25 વર્ષોના વિઝન પ્રમાણે આવનાર પ્રવાસીઓની ગણતરીને ધ્યાનમાં લઈને યાત્રાધામોના વિકાસનો નકશો બનાવી શકાય. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા એ રીતનો વિકાસ કરવામાં આવી રહ્યો છે કે જેથી મંદિર કે યાત્રાધામ માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ હોય એવું ન લાગે, પણ તમામ વયજૂથના લોકોને યાત્રાધામ પોતાનું લાગે.


નાના યાત્રાધામો ખાતે ચાલી રહ્યા છે 160થી વધુ વિકાસ કાર્યો


રાજ્ય સરકાર દ્વારા હાલમાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ધાર્મિક સ્થળોએ થઈ રહેલા વિકાસકાર્યોની વિગતો આપતા બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે રાજ્યના મોટા યાત્રાધામોની ફરતે આવેલા નાના યાત્રાધામો ખાતે કુલ ₹857.14 કરોડના ખર્ચે 163 વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી ₹655 કરોડથી વધુના ખર્ચે 76 વિકાસકાર્યો વિવિધ તબક્કામાં પ્રગતિ હેઠળ છે. ઉપરાંત, ₹70.19 કરોડના ખર્ચે 57 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને ₹52.08 કરોડના 24 કામો આયોજનના તબક્કામાં છે. ₹79.10 કરોડના 6 કામોનો ચાલુ અંદાજપત્રમાં નવા કામ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.


અંબાજી-બહુચરાજી યાત્રાધામોની આસપાસના યાત્રાધામોનો ₹216.51 કરોડના ખર્ચે વિકાસ


રાજ્યના મહત્વના અંબાજી-બહુચરાજી જેવા યાત્રાધામોની આસપાસ આવેલા યાત્રાધામોનો વિકાસ ₹216.51 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યો છે. આ પૈકી, માસ્ટર પ્લાનિંગની કાર્યવાહી હેઠળ અંબાજીની આસપાસ આવેલ યાત્રાધામોનો ₹135.51 કરોડના ખર્ચે વિવિધ પ્રકારે વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસકાર્યોમાં, ₹3 કરોડના ખર્ચે શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરના પહેલા તબક્કાના વિકાસકાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે, શ્રી રીંછડિયા મહાદેવ અને તેની પાસે આવેલા તળાવનું ₹53.95 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ અને તેલિયા ડેમ ખાતે ₹12.10 કરોડના ખર્ચે વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. આ સાથે જ, શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે બીજા તબક્કાના કાર્યો, શ્રી કામાક્ષી મંદિર અને શ્રી કુંભારિયાજી જૈન તીર્થ તથા અન્ય ધાર્મિક સ્થળો ખાતે કુલ અંદાજિત ₹33 કરોડના ખર્ચના વિકાસકાર્યો આયોજન હેઠળ છે. કેન્દ્ર સરકારની ‘પ્રસાદ યોજના’ હેઠળ ₹33.46 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધા કેન્દ્ર જેવા વિકાસકાર્યો પણ પ્રગતિ હેઠળ છે. અંબાજી ઉપરાંત, યાત્રાધામ બહુચરાજીના માસ્ટર પ્લાનિંગ હેઠળ ₹81 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો આયોજન હેઠળ છે. 


પાવાગઢ અને આસપાસના યાત્રાધામો ખાતે ₹187.49 કરોડના ખર્ચે વિકાસકાર્યો


પાવાગઢ યાત્રાધામ અને તેની આસપાસના તીર્થક્ષેત્રોમાં અંદાજે ₹187.49 કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. પાવાગઢ યાત્રાધામ ખાતે ₹121 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને માંચી ચોક ખાતે ₹12.91 કરોડના વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. તેમાં ઑફિસ બ્લૉકનું બાંધકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રવેશ દ્વાર, સાઇનેજિસ, ફાયર-ફાઇટિંગ, વૉટર સપ્લાયના જેવા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ચાંપાનેરમાં અંદાજિત ₹42 કરોડના ખર્ચે રોડ-રસ્તા અને પાર્કિંગના વિવિધ વિકાસકાર્યો શરૂ કરવામાં આવશે. પાવાગઢ ખાતે આવેલ વડા તળાવ પાસે ₹11.58 કરોડના ખર્ચે ટેન્ટ સિટી બનાવવામાં આવશે.


પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે ₹318.13 કરોડના વિકાસ કાર્યો


પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં ₹318.13 કરોડના ખર્ચે યાત્રાધામોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરમાં માધવપુર સ્થિત શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણિ યાત્રાધામ ખાતે ₹42.43 કરોડ, કચ્છમાં માતાનો મઢ યાત્રાધામ ખાતે અંદાજે ₹32.70 કરોડ અને નારાયણ સરોવર ખાતે ₹30 કરોડના ખર્ચે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે દેવભૂમિ દ્વારકામાં દ્વારકા કૉરિડોરનો ભવ્ય પ્રોજેક્ટ વિચારાધીન છે. તદ્ઉપરાંત; બેટ દ્વારકાના વિકાસ માટે ₹155 કરોડનું માસ્ટર પ્લાનિંગ હાથ ધરાયું છે, તેમજ ₹25 કરોડના વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ₹33 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો પ્રગતિ હેઠળ છે. 


આ પણ વાંચો


Rain: તહેવારોમાં જ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, જાણો કઇ તારીખોમાં છે વરસાદની લેટેસ્ટ આગાહી


કોઈપણ જાતનો માથાનો દુખાવો મટાડવો છે તો કરો અહીં દર્શન