પાટણઃ જિલ્લામાં રેતી અને કપચીની હેરફેર કરતા ટર્બો-હાઈવા(મોટા ટ્રક) બેફામ હંકારાતા હોય છે. આ ટર્બોને લીધે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. જો કે તંત્ર અને ટ્રાફિક વિભાગ તરફથી આ ટર્બો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. ટર્બોના કારણે ફરી અકસ્માત સર્જાયો હતો.


પાટણ શહેરના નવજીવન ચાર રસ્તા પાસે રેતીના ટર્બોએ બે યુવતીઓને ટક્કર મારી હતી. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા હતા. પાટણ શહેરમાં બેફામ દોડતા રેતીના ટર્બો લોકોના જીવ લઈ રહ્યા છે છતાં પોલીસ દ્વારા માતેલા સાંઢની જેમ દોડતા વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.




થોડા દિવસ પહેલા પણ ટર્બોએ પાટણના ધારપુરમાં અકસ્માત સર્જ્યો હતો. આ વખતે ટર્બોએ એક માનસિક રોગોની હોસ્પિટલની દિવાલ તોડી નાંખી હતી. આ અકસ્માતમાં એક કારને નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની વિગત એવી છે કે ઊંઝાથી પાટણ તરફ આવી રહેલ ટર્બોની સ્પીડ વધુ હતી. કોઈક કારણ સર ચાલકે કાબૂ ગુમાવતા ટર્બો ડિવાડર કુદાવીને રોંગ સાઈડના રોડ પર આવી ગયો. સામેથી આવતી કારને હડફેટે લીધી અને માનસિક રોગોની હોસ્પિટલની દિવાલ તોડી કાઢી હતી. આ બનાવ બાદ ટર્બોનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જો કે કોઈ જાન હાનિ ન થઈ તેથી ઘટના સ્થળે એકત્ર થયેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 


રાજકોટમાં દારૂના નશામાં અકસ્માત સર્જાયો હતો. મોટા મવા પાસે ઘટના બની હતી. કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. જેમાં ટુ વ્હીલ ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં દારુ પીધેલી હાલતમાં ઇસમો હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચોઃ


નડિયાદના ઉજાસ મેનગરનું અમેરિકામાં મોત, 46 દિવસ પહેલા થયું હતું ફાયરિંગ


કચ્છમાં ધો. 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ


ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર સુધી લંબાવવામાં આવી, સાંસદ રમેશ ધડૂકે બતાવી લીલી ઝંડી


રામ મંદિરના ઉદ્ગાટન પહેલા વોશિંગ્ટનમાં યોજાઈ કાર-બાઈક રેલી, અમેરિકાની સડકો પર લહેરાયો ભગવો