મોદીના માનીતા ગુજરાતના મુસ્લિમ અધિકારીની BCCIમાં નિમણૂક, એક સમયે ભાજપની ટિકિટ પર લડવાના હતા ચૂંટણી..

મોદીએ સદભાવના ઉપવાસ કર્યા તે સમયે ખંડવાવાળાએ ભજવેલી ભૂમિકાના કારણે તે મોદીની ગુડ બુકમાં આવી ગયા હતા. 2010માં નિવૃત્ત થયા પછી તે ભાજપમા સક્રિય થશે તેવી વાતો ચાલી હતી. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમદાવાદની સરખેજ બેઠક પરથી ખંડવાવાળાને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતારશે તેવ વાતો ચાલી હતી પણ છેવટે ખંડવાવાળા ચૂંટણી નહોતા લડ્યા.

Continues below advertisement

મુંબઈઃ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI )ના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના ચીફ તરીકે ગુજરાતના નિવૃત પોલીસ વડા એસ. એસ. ખંડવાવાલાની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ક્રિકેટ બોર્ડમાં અમિત શાહના પુત્ર જય શાહનો દબદબો હોવાથી ખંડવાવાળાને બોર્ડમાં નિમવામાં આવ્યા છે. ખંડવાવાળાની વય 70 વર્ષની છે તેથી વિવાદ પણ થયો છે.

Continues below advertisement

ખંડવાવાલાની ગણના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા અધિકારીઓમાં થાય છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખંડવાવાળાને રાજ્યના પોલીસ વડા બનાવાયા હતા.

મોદીએ સદભાવના ઉપવાસ કર્યા તે સમયે ખંડવાવાળાએ ભજવેલી ભૂમિકાના કારણે તે મોદીની ગુડ બુકમાં આવી ગયા હતા. 2010માં નિવૃત્ત થયા પછી તે ભાજપમા સક્રિય થશે તેવી વાતો ચાલી હતી. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમદાવાદની સરખેજ બેઠક  પરથી ખંડવાવાળાને ટિકિટ આપીને ચૂંટણીના મેદાનમાં ઉતારશે તેવ વાતો ચાલી હતી પણ છેવટે ખંડવાવાળા ચૂંટણી નહોતા લડ્યા.

રાજસ્થાનના નિવૃત પોલીસ વડા અજીત સિંગે એસીયુના ચીફ તરીકે એપ્રિલ 2018માં ચાર્જ લીધો હતો. 31 માર્ચ 2021ના રોજ તેઓની ટર્મ પૂરી થતાં તેમના સ્થાને ખંડવાવાળાને નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના નિવૃત પોલીસ વડા ખંડવાવાલા 1973 બેચના IPS ઓફિસર છે. 70 વર્ષીય શાબીર હુસૈન શેખાદમ ખંડવાવાલાએ ન્યૂ દિલ્હી ખાતે બીસીસીઆઈના એસીયુ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. તેઓ ગુજરાતના પોલીસ વડાના પદ પરથી ડિસેમ્બર 20210માં નિવૃત થયા હતા. તેઓ કેન્દ્રની લોકપાલ પસંદગી કમિટીના પણ સભ્ય હતા.

ખંડવાવાલાએ જણાવ્યું હતુ કે આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઈનો હિસ્સો બની રહ્યો છું. જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચૂક્યા છે.

વેપારીઓ માટે નવી આફત, મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ?

Rajkot Coronavirus:  સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં હોળી બાદ કોરોનાનું તાંડવ, 5 દિવસમાં 66 દર્દીને કોરોના ભરખી ગયો

 

Continues below advertisement
Sponsored Links by Taboola