IMD Rainfalll Alert: રાજ્યોમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે. અલ નીનોના કારણે ચોમાસાની રેખા નબળી પડી જવાને કારણે હવામાન પર વિપરીત અસર પડી રહી છે. સાથે જ ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, રાજધાની દિલ્હીમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે. જો કે બંગાળીની ખાડીમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ ગુજરાત સહિતના આસપાસના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.                                                                                       


અલ નીનોના કારણે  વરસાદે વિરામ લીધો છે પરંતુ  પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ સહિત અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ભૂસ્ખલનની ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ બિહારમાં ઉનાળો શરૂ થઈ ગયો છે. એક સપ્તાહ સુધી હવામાન આવું જ રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડમાં ધીમે ધીમે હવામાન સાફ થઈ રહ્યું છે, જ્યારે હિમાચલમાં આગામી 4 દિવસ સુધી આકાશ સ્વચ્છ રહેશે.                         


દક્ષિણના રાજ્યોમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો


Military Coup: નાઇઝર બાદ આફ્રિકાના આ દેશમાં સૈન્ય બળવો, રાષ્ટ્રપતિને નજરકેદ કરાયા


Jawan Trailer Out: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટ્રેલર રીલિઝ, એક્શન અને મનોરંજનથી છે ભરપૂર


Rajkot: સાળંગપુરમાં હનુમાન દાદાના અપમાન બદલ સ્વામિનારાયણના સંતોને અલ્ટીમેટમ, બ્રહ્મ સમાજના આગેવાનો કરશે વિરોધ


Twitter X New Features: X પરથી ફોન નંબર વગર જ કરી શકાશે વિડિયો-ઓડિયો કોલ, શું Jio, Airtel અને Viની મુશ્કેલીઓ વધશે