સુરતને સ્માર્ટ સીટી અંતર્ગત 5 એવોર્ડ મળ્યા છે. ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી થઈ છે. ત્યારે આજે સ્માર્ટ સિટી સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ ABP અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી.


સ્માર્ટ સિટી એવોર્ડનું આયોજનઃ
સુરતમાં સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 3 દિવસ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન નેશનલ સમિટનો કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ પ્રારંભ કરાવ્યો હતો. સમિટમાં દેશના 100 શહેરના ડેલિગેટ્સ આવ્યા હતા. જ્યારે 24 સ્માર્ટ સિટીને એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે 22 પ્રોજેક્ટ એવોર્ડ મળી કુલ 51 આપવામાં આવ્યા છે. સુરતને સ્માર્ટસિટી સહિત પાંચ એવોર્ડ મળ્યા હતા. ઓવર ઓલ સિટી એવોર્ડ તરીકે સમગ્ર ભારતમાં સુરત અને ઈન્દોરની પસંદગી કરવામાં આવી છે.


દેશમાં 100 સ્માર્ટ સિટી બનશેઃ
કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરીએ જણાવ્યું કે, સ્માર્ટ સિટી યોજના એ ભવિષ્યલક્ષી યોજના છે, જેના થકી દેશમાં વિકાસ સુવિધાઓ વધવાની સાથે ભાવિ જરૂરિયાતો પણ પૂર્ણ થશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટના મોનિટરીંગ માટે અતિ આવશ્યક એવા ICCC- ઈન્ટીટ્રેગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દેશના 100 શહેરો પૈકી 80 શહેરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલા સેન્ટરો આગામી 15 ઓગષ્ટ સુધીમાં કાર્યરત થઈ જશે.


પેટ્રોલ-ડિઝલ પર મૌનઃ
જો કે, દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે પેટ્રોલિય મંત્રી હરદીપસિંહ પુરીને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ અંગે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું.


આ પણ વાંચોઃ


PM Modi in Gujarat LIVE: પ્રધાનમંત્રી મોદીએ વિદ્યા સમીક્ષા કેંદ્રની લીધી મુલાકાત, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે કર્યો વર્ચ્યૂઅલ સંવાદ


PM નરેન્દ્ર મોદીએ તેમના સ્વાગત માટે ઉભેલી યુવતીઓ ઉપર જ કરી પુષ્પવર્ષા, જુઓ વીડિયો