રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ખૂબ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઇને આપેલું રેડ એલર્ટ હટાવ્યું છે. અગાઉ હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, અને વલસાડ માટે રેડ એલર્ટ અપાયુ હતુ. નોંધનીય છે કે ઓડિશા પર હવાનું દબાણ સર્જાતા વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે તેવી સંભાવના હતી પરંતુ આ વરસાદી સિસ્ટમ ફંટાઈ ગઇ છે જેને  કારણે અતિભારે વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ આગામી 3 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.હવામાન વિભાગના મતે ગુજરાતમાં હજી પણ 20 ટકા વરસાદની ઘટ છે.


મેઘરાજાએ ઘેડને ઘમરોળી નાંખ્યું હતુ જેમાં સૌથી વધુ બાલગામ પ્રભાવિત થયું છે. બાલગામના લોકોના મતે માટીનો પાળો પાકો બનાવવાના અને ઓઝત નદીને ઊંડી કરવાનું કામ મંજૂર કરાયું છે. આ માટે માપણી પણ થઈ ગઈ છે આમ છતા હજી સુધી કામગીરી પૂર્ણ કરાઈ નથી. પૂરના કારણે મગફળી, સોયાબીન, તલ સહિતના અન્ય પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયા છે. કરોડો રૂપિયાનું નુકશાન થયું છે એવામાં સરકાર સહાય કરે તેવી ખેડૂતો  માગણી કરી રહ્યાં છે. ઘેડના માર્ગો પરથી હજી પણ પાણી ઓસર્યા નથી.  


બીજી તરફ પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળે ધોધમાર તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસ્યો હતો. પોરબંદરના માધવપુરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે મધુવતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા હતા. મડેક,ચિગરિયા સહિતના ગામ પાણીમાં ગરકાવ થયા હતા તો માધવપુર ,મંડેર, કડછ, ઘોડાદર, સરમા,સામરડા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. બીજી તરફ ખાડી કાંઠાના અનેક રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. લોકોમાં ઘરમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પોરબંદર સોમનાથ હાઈવે પર ભાદર અને ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા. હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની મુશ્કેલી વધી હતી.


ધોધમાર વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમ ઓવરફ્લો થયા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રના 37 સહિત રાજ્યના 40 ડેમ સંપૂર્ણપણે ભરાયા હતા. સિંચાઈ વિભાગના અધિકારીના મતે રાજ્યના 206 જળાશયમાં 3 લાખ 98 હજાર 753 એસ સી એફ ટી પાણીનો સંગ્રહ છે. હાલ રાજ્યના કુલ 65 જળાશય હાઈએલર્ટ પર , 5 ડેમ એલર્ટ પર અને 13 ડેમને વોર્નિગ અપાઈ છે. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.હાલ ડેમમાં 4 હજાર 820 ક્યુસેક પાણીની આવકની સામે 4 હજાર 587 ક્યુસેક પાણીની જાવક છે.આ તરફ રાજકોટના ભાદર એક ડેમની જળસપાટી 30. 80 ફૂટ પહોંચી છે.


Gujarat New Cabinet: ભુપેન્દ્ર પટેલના પહેલા નવા મંત્રીનું નામ આવ્યું સામે, જાણો કયા કોળી નેતાને બનાવાશે મંત્રી?


Gujarat New Cabinet: આવતી કાલે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીઓની યોજાશે શપથવિધિ


IPL 2021: ક્રિકેટ ફેંસ માટે સારા સમાચાર, મેદાન પર જઈને નીહાળી શકશે મુકાબલો, આવતીકાલથી ખરીદી શકાશે ટિકિટ


Modi Cabinet Decisions: મોદી સરકારનો મોટો ફેંસલો, પ્રીપેડ-પોસ્ટપેડ ટ્રાન્સફરમાં KYCની નહીં રહે ઝંઝટ