પાટણઃ પાટણના હારીજમાં યુવતીએ અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા યુવતીના પિતાને સમાજના લોકોએ સમાજ બહાર કરી દીધા હોવાની ઘટના બની હતી.  યુવતીએ છ મહિના પહેલા અન્ય સમાજના યુવક સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા જેના કારણે તેના પરિવારને સમાજમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. સમાજના કેટલાક કહેવાતા આગેવાનોએ યુવતીના પરિવારને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું.


મળતી જાણકારી અનુસાર યુવતીએ અન્ય સમાજનાં યુવક સાથે છ મહિના પહેલા લગ્ન કર્યા હતા.  યુવક અને યુવતી બન્નેએ પરિવારની સહમતીથી જ લગ્ન કર્યા હતા. પણ સમાજે આ લગ્નને સંમતિ આપી નહોતી. અને સમાજના આગેવાનોએ યુવતીના પરિવારને સમાજની બહાર કરી દીધો હતો. યુવતિના પિતાને રાધનપુર બોલાવી કહેવામાં આવ્યું હતુ કે સમાજમાં રહેવું હોય તો દંડ પેટે 1,76,000 ભરવા પડશે નહી તો સમાજમાંથી બહાર કરી દેવામાં આવશે. આ મામલે પિતાએ હારીજ પોલીસ મથકે સમાજના પાંચ આગેવાનો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઈશ્વરભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, ખેમાભાઈ રાઠોડ, ડાયાભાઈ રાઠોડ, અર્જૂનભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીએ કહ્યું કે મેં મારા માતા પિતાની સહમતીથી અન્ય સમાજના યુવક સાથે લગ્ન કરતા અમારી સમાજના લોકોએ મારા પપ્પાને અમારી સમાજ બહાર કર્યા છે અમારી સમાજમાં દીકરીઓનું શોષણ થાય છે.


Secret Feature : આઇફોનમાં છે આ એક સિક્રેટ ફિચર, આનો યૂઝ કરીને તમે પણ બની શકો છો James Bond...........


મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય પર રાજકારણ, ભાજપે કહ્યું, “પત્ની અથવા પુત્રને સોંપે સત્તા, આ રીતે ક્યાં સુધી ચાલશે”


Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની


રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી