સુરતમાં કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી ન શકી. જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે એન્ટ્રી કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ ફાયદો પાટીદારોથી મળ્યો છે.
સુરતમાં AAPના શાનદાર દેખાવ બાદ પાર્ટીએ સંકેત આપી આપ્યો છે કે તે 2022ની વિધાનાસભા ચૂંટણીમાં પણ ઝંપલાવશે. એવામાં સવાલ એ છે કે શું કૉંગ્રેસનું અસ્તિત્વ હવે વિપક્ષી પાર્ટીના વિકલ્પ તરીકે પણ નથી બચ્યું.
તો અમદાવાદમાં પણ ઓવૈસીની પાર્ટી AIMIMને મળી 7 બેઠક મળી છે. આ સાથે જ ઓવૈસીની પાર્ટીની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. જ્યારે જામનગરમાં BSPના 3 ઉમેદવારોએ જીત મેળવી છે.