સુરેન્દ્રનગરઃ રાજ્યમાંથી અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. આજે સુરેન્દ્રનગર-લખતર હાઇવે રક્તરંજિત બન્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા હતા.


મળતી માહિતી મુજબ, ઝમર ગામના પાટિયા પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની સાઇડમાં લાકડા કાપી રહેલા લોકો પર ચઢી ગઈ હતી. જેમાં એક મહિલા, એક સગીરા અને એક બાળક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા.

મહિલાની ઉંમર 40 વર્ષ, સગીરાની વય 15 વર્ષ અને બાળકીની ઉંમર 6 વર્ષની છે.  પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતકોના નામઃ (1) વાઘેલા મીનાબેન મોહનભાઈ (2)વાઘેલા મનીષાબેન દિનેશભાઈ (3) વાઘેલા ભૂમીકા મોહનભાઈ

અમૂલે દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયાનો વધારો, નવો ભાવ આવતીકાલથી જ થશે લાગુ

INDvWI: આવતીકાલે ચેન્નઈમાં પ્રથમ વન ડે, કોણ કરશે રોહિત સાથે ઓપનિંગ ?

 ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........