અમૂલ શક્તિના ભાવ સ્થિર રાખવામાં આવ્યા
આ ભાવ વધારા બાદ, અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના ૫૦૦ એમએલપાઉચનો નવો ભાવ રૂ. ૨૮ થયો છે અને અમૂલ તાજા ૫૦૦ એમએલપાઉચનો ભાવ રૂ. ૨૨ થયેલ છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારવામાં આવ્યો નથી અને ૫૦૦ એમએલપાઉચના રૂ. ૨૫ યથાવત રાખવામાં આવેલ છે.
પશુદાણ અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને દૂધ સંઘો દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૧૦૦ થી ૧૧૦ પ્રતિકિલોગ્રામ ભાવ વધારો કરવામાં આવેલ છે. દૂધ સંઘો દ્વારા જે દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે ગત વર્ષ કરતાં ૧૫% વધુ છે અને તેનો સીધો લાભ ગુજરાતનાં ૩૬ લાખ દૂધ ઉત્પાદકનોને થયેલ છે.
અમૂલ ઉપરાંત મધર ડેરી દ્વારા પણ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાં પણ આવતીકાલથી નવો ભાવ લાગુ થશે.
INDvWI: આવતીકાલે ચેન્નઈમાં પ્રથમ વન ડે, કોણ કરશે રોહિત સાથે ઓપનિંગ ?
રાહુલના નિવેદન પર BJPનો પલટવાર, કહ્યું- 100 જન્મ લેશે તો પણ બનીં બની શકે સાવરકર
ધોનીને લઈ ચીફ સિલેકટર એમએસકે પ્રસાદે આપ્યું મોટું નિવેદન, કહ્યું- તેના કરિયર પર.........