કોરોના વાયરસના નવા મ્‍યુટેન્ટ ઓમિક્રૉન (ઓમિક્રોન) ને એક વાર ફરી આ બિમારીનો   ફરી એકવાર વધાર્યો છે. જો  કે વિશેષજ્ઞોનો મત છે કે, આ વેરિયન્ટથી ભારતને ઓછો ખતરો છે, જાણીએ કારણો


ડર વધે છે. વિશ્વ‍ના ઘણા દેશો પછી ભારતમાં પણ આ વેરિએન્ટના 33 દર્દી મળી આવ્યાં છે. જો કે નિષણાતોના મત મુજબ આ વાયરસ દર્દીને ગંભીર રીતે બીમાર નથી કરતો તેમજ હાઇબ્રીડ ઇમ્યુનિટીના દર્દી આ વાયરસથી બચી શકે છે.


ભારતમાં અત્યાર સુધીમાં 33 લોકો ઓમિક્રોનના શિકાર થયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે,હાઇ  સીરો પોઝિટિવીટી રેટના કારણે સાજા થવાની શકયતા વધુ છે. સેન્ટર ફોર  સેલ્યુલર એન્ડ મોલિક્યૂલરના ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ જણાવ્યું કે, ભારતમાં 70-80 ટકા સીરો પોઝિટિવ રેટ છે તો શહેરોમા 90 ટકાથી વધુ લોકોમાં એન્ટીબોજી છે.


તાજેતરમાં બહાર પાડવામાં આવેલા નેશનલ સેરો સર્વે મુજબ, બાળકો સહિત ભારતની 80 ટકા વસ્તીમાં કોવિડ ચેપના એન્ટિબોડીઝ મળી આવ્યા હતા. રસીકરણના આંકડા દર્શાવે છે કે, પુખ્ત વસ્તીના 85 ટકાથી વધુ લોકોને રસીની પ્રથમ માત્રા આપવામાં આવી છે. દેશની 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીએ કોવિડ રસીના બંને ડોઝ મેળવ્યા છે. આવી સ્થિતિમાં, એવું કહી શકાય કે પચાસ ટકાથી વધુ વસ્તીએ રસીના બંને ડોઝ મેળવ્યા છે. તેથી, લોકોમાં હાઇબ્રિડ રોગપ્રતિકારક શક્તિ મોટી સંખ્યામાં આવી છે.


દેશમાં ફરી એકવાર કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉને કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. મુંબઇમાં ઓમિક્રૉનના કેસો આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઇ  છે. અહીં 11-12 ડિસેમ્બર માટે કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત  રેલીઓ અને સરઘસો કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આદેશનું પાલન ના કરવા પર ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને  અન્ય કાયદાકીય કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. મહરાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રૉનના કુલ 17 કેસો નોંધાઇ ચૂક્યા છે. 


 


મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રૉનના 7 કેસો સામે આવ્યા હતા. આમાંથી ત્રણ કેસો મુંબઇ અને 4 કેસ પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં મળ્યા છે. મુંબઇમાં મળેલા દર્દીઓની ઉંમર 48, 25 અને 37 વર્ષ છે, આ ત્રણેય નાગરિકો તંજાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકન દેશોમાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે ગુજરાતના જામનગરમાં ઓમિક્રૉનથી સંક્રમિત બે કેસો મળ્યો હતા. અહીં પહેલા સંક્રમિત આવેલા શખ્સની પત્ની અને સાળાનો રિપોર્ટ પણ ઓમિક્રૉન પૉઝિટીવ આવ્યો  છે. આ શખ્સ ઝિમ્બાબ્વેથી ભારત પરત આવ્યો હતો. કેટલાક દિવસો પહેલા જ આનો રિપોર્ટ ઓમિક્રૉન પૉઝિટીવ આવ્યો હતો. 


આ પણ વાંચો


Omicron Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત 


અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત


26 વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને......