15th September: આજે 15મી સપ્ટેમ્બર 2022 છે, પરંતુ ઇતિહાસમાં આજની 15મી સપ્ટેમ્બરની તારીખને ખાસ રીતે જોવામાં આવે છે, કેમ કે આજના દિવસે ઘણી બધી એવી મોટી ઘટનાઓ ઘટી જે ઇતિહાસના પન્નાઓમાં ગૌરવપૂર્ણ રીતે સામેલ છે. સંચાર અને ડિજીટલ ક્રાંતિ આ યુગમાં જીવનારી યુવા પેઢી માટે દુરદર્શન ખાસ છે, પરંતુ તમને ખબર છે આજના દિવસે એટલે કે વર્ષ 1959માં 15 સપ્ટેમ્બરે સરકારી પ્રસારક તરીકે દુરદર્શનની સ્થાપના થઇ હતી. દુરદર્શનની શરૂઆત થતાં જ આખુ વિશ્વ એક નાનાકડાં ડબ્બામાં કેદ થઇ ગયુ હતુ.
દુરદર્શનની શરૂઆત થયા બાદ તેના પર કેટલાક ખાસ કાર્યક્રમો અને સમાચારો આપવામાં આવતા હતા. તેમાં દેશની કલા, સંસ્કૃતિ અને વિવિધ કાર્યક્રમો આપવામાં આવતા હતા. જોકે નિયમિત દૈનિક પ્રસારણની શરૂઆત 1965માં ઓલઇન્ડિયા રેડિયોના એક અંગ તરીકે થઇ હતી. 1972માં આ સેવા મુંબઇ (તાત્કાલિક મુંબઇ) અને અમૃતસર સુધી વિસ્તારિત કરવામાં આવી, જે આજે દેશના દુરદરાજના ગામડાંઓ સુધી ઉપલબ્ધ છે.
દેશ અને દુનિયામાં 15મી સપ્ટેમ્બરે બીજી કેટલીય ખાસ ઘટનાઓ ઘટી જે અહીં બતાવવામાં આવી છે, જુઓ.......
1812 : નેપોલિયનના નેતૃત્વમાં ફ્રાન્સીસી સેના મૉસ્કોના ક્રેમલિન પહોંચી
1860 : એમ વિશ્વૈશ્વરૈયાનો જન્મ
1876 : ભારતીય ઉપન્યાસકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ
1909 : દ્રવિડ મુનેત્ર કષગમના સંસ્થાપકમાંના એક સીએન અન્નાદુરઇનો જન્મ
1927 : પ્રસિદ્ધ કવિ તથા સાહિત્યકાર સર્વેશ્વર દયાલ સક્સેનાનો જન્મ
1948 - સ્વતંત્ર ભારતનું પહેલુ પોત ‘આઇએનએસ દિલ્હી’ બમ્બઇ (અત્યારે મુંબઇ)ના બંદર પર પહોંચ્યુ.
1959 - ભારતની રાષ્ટ્રીય પ્રસારણ સેવા દુરદર્શનની શરૂઆત
1971 : દુનિયાને હર્યુભર્યુ અને શાંતિપૂર્ણ બનાવવાના સંકલ્પ સાથે ગ્રીન પીસની સ્થાપના
1978 : અર્મેનિયાની અરેરટ એવરેને પહેલી વિદેશી ટીમ તરીકે મોહન બાગાનની સાથે સંયુક્ત રીતતે આઇએફએ શીલ્ડ જીત્યો.
1981 : વાનુઆતુ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય બન્યા
1982 : લેબનાનના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બશીર ગેમાયેલની પદાસીન થયા પહેલા જ બૉમ્બ વિસ્ફોટમાં હત્યા
2001 : અમેરિકાની સીનેટે રાષ્ટ્રપતિને અફઘાનિસ્તાન પર સૈનિક કાર્યવાહીને મંજૂરી આપી
2008 : ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝને અમેરિકાની એમઆઇએસ ગૃપ કંપનીનુ અધિગ્રહણ કર્યુ
2012: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલક એસ સુદર્શનનુ નિધન
આ પણ વાંચો.........
Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા