India vs Australia T20I Series Rohit Sharma: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 20 સપ્ટેમ્બરથી ટી20 સીરીઝ રમાશે. આ સીરીઝ બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સીરીઝ રમશે. ઓસ્ટ્રેલિયન ટીમ ટી20 સીરીઝ માટે ભારત પ્રવાસ પર જશે. જો ભારતમાં ઓસ્ટ્રેલિયાના ટી20 રેકોર્ડ પર નજર નાંખીએ તો તે પ્રભાવી રહ્યો છે. તેમાં ટીમ ઇન્ડિયા છેલ્લા બે ટી20 મેચોમાં સતત હરાવ્યુ છે, જ્ચારે ભારતે શરૂઆતી 4 મેચોમાં જીત નોધાવી છે.


ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ભારતમાં અત્યાર સુધી 7 ટી20 મેચો રમાઇ છે, અને આ દરમિયાન ભારતે 4 મેચોમાં જીત નોંધાવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાને 3 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા ટીમે ભારતમાં છેલ્લી ટી20 મેચ ફેબ્રુઆરી 2019માં રમી હતી. આ મેચમાં ભારતને 2 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીરીઝઃની પહેલી મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા ભારતે સતત ચાર મેચોમાં જીત નોંધાવી હતી. 


ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપ 2022 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરીઝ માટે ભારતીય ટીમ જાહેર કરી દેવામાં આવી છે. આ માટે ભારતે સૂર્ય કુમાર યાદવ, દીપક હુડ્ડા, અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિન સહિત કેટલાક મુખ્ય ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે. ખાસ વાત છે કે ભારતીય ટીમમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઇ છે. 


આ પણ વાંચો........... 


Records: ભારત-ઓસ્ટ્રેલિયા, ટી20માં કઇ ટીમ કોના પર પડી છે ભારે, જાણો બન્ને ટીમોના અત્યાર સુધીના આંકડા


T20 World Cup 2022: સેમસનથી લઈ ઈશાન કિશન, આ 5 દાવેદોરને વર્લ્ડકપ ટીમમાં ન મળ્યું સ્થાન


ઝિમ્બાબ્વેના આ ખેલાડીને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ, બેન સ્ટોક્સ અને મિશેલ સેંટનરને પાછળ છોડ્યા


T20 World Cup Team India Squad: ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર થઈ, 4 ગુજરાતીને મળ્યું સ્થાન


Watch: ભારતીય પત્રકારના પ્રશ્ન પર ગુસ્સે થઈ ગયા પાક. ક્રિકેટ બોર્ડ ચીફ, કરી આ શરમજનક હરકત, જુઓ વીડિયો


Asia Cup 2022 ની ચેમ્પિયન શ્રીલંકા પર પૈસાનો વરસાદ, જાણો કયા ખેલાડીને કેટલું મળ્યું ઈનામ