નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશો દ્વારા વિકસિત કરવામાં આવેલી 348 મોબાઈલ એપ્સની ઓળખ કરવામાં આવી છે અને તેને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ એપ્સ યુઝરની માહિતી એકઠી કરી રહી હતી અને તેને અનધિકૃત રીતે દેશની બહાર સ્થિત સર્વર્સ પર મોકલી રહી હતી.


આ માહિતી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં રોડમલ નાગરના એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. સાંસદે પૂછ્યું હતું કે શું સરકારે દેશની બહાર માહિતી મોકલતી કોઈ એપની ઓળખ કરી છે અને જો આવી કોઈ એપ મળી આવે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કેમ.


તેના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવી 348 એપ્સની ઓળખ કરી છે અને મંત્રાલયની વિનંતી પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ તમામ એપ્લિકેશન્સને બ્લોક કરી દીધી છે કારણ કે આવા ડેટા ટ્રાન્સમિશન એ ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને  સુરક્ષાનું ઉલ્લંઘન કરે છે. ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સ ચીન સહિત વિવિધ દેશો દ્વારા વિકસાવવામાં આવી છે.


પ્લે સ્ટોરમાંથી BGMI દૂર કરવામાં આવ્યું


તાજેતરમાં જ ગેમિંગ દિગ્ગજ ક્રાફ્ટનની લોકપ્રિય બેટલ રોયલ ગેમ, બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા (BGMI)ને પણ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. ગૂગલે કહ્યું હતું કે તેને આ સંબંધમાં સરકાર તરફથી આદેશ મળ્યો છે અને તેથી જ એપનો એક્સેસ બ્લોક કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2020 માં ડેટા સુરક્ષાને ટાંકીને ક્રાફ્ટનના પ્લેયર અનનોન બેટલગ્રાઉન્ડ્સ (PUBG) પર 117 અન્ય ચાઈનીઝ એપ્સ સાથે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


 


Gujarat Monsoon: ફરી ગુજરાતને ધમરોળશે મેઘરાજા, જાણો કઈ-કઈ તારીખે છે ભારે વરસાદની આગાહી


UPI Transaction in July: જુલાઈમાં UPI ટ્રાન્ઝેક્શનમાં થયો જબરદસ્ત વધારો! વર્ષ 2016 પછી સૌથી વધુ ટ્રાન્ઝેક્શન થયા


Mumtaz Patel: અહેમદ પટેલની દીકરીનો મોટો ધડાકોઃ 'તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ'


Criminal Justice 3 Teaser: ''જીત હંમેશા ન્યાયની થવી જોઈએ...'' રિલીઝ થયું પંકજ ત્રિપાઠીની 'ક્રિમિનલ જસ્ટિસ 3'નું દમદાર ટીઝર