Earthquake in Uttarakhand: નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર શનિવારે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઉત્તરકાશીથી 39 કિમી પૂર્વમાં આવેલા ટિહરી ગઢવાલ ક્ષેત્રમાં સવારે લગભગ 5.03 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.






ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી


ભૂકંપના કારણે કોઈ જાન હાનિ થયાના સમાચાર નથી. મોડિફાઈડ મર્કલ્લી ઈન્ટેન્સિટી સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે તમામ લોકોએ તેનો અનુભવ કર્યો હતો.


નોંધનીય છે કે ગત સપ્તાહમાં જમ્મુ અને કાશ્મીર અને અન્ય ઉત્તરીય ભાગોમાં અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદ વિસ્તારમાં 5.7 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપ સવારે 9.45 કલાકે 181 કિલોમીટરની ઉંડાઈએ આવ્યો હતો. ભૂકંપ એટલો તીવ્ર હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને ફોન કરીને કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તે જ દિવસે ઉત્તરાખંડમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


Ayushman Bharat:  હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો


IND vs WI, T20 Series:KL Rahul અને  Axar Patel ટી20 સીરીઝમાંથી બહાર,  Team India એ આ બે ખેલાડીઓને આપી જગ્યા


OnePlus New Launch: ફાસ્ટ ચાર્જિંગ અને 64 મેગાપિક્સલ કેમેરા સાથે આવશે OnePlus Nord CE 2, જાણો કેટલો સસ્તો મળશે ફોન


કોરોના દર્દીઓને આગળ જતાં આ બિમારીનો કરવો પડી શકે છે સામનો, ના રાખશો બેદરકારી, જાણો વિગતે


India Corona Cases Today: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 હજારથી વધુ કેસ નોંધાયા, 800થી વધુ લોકોના મોત