મુંબઇઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. અહી જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોનાના દર્દીઓ વધીને 51 થઇ ગયા છે. કુલ દર્દીઓમાં 48 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કેટલાક દિવસ અગાઉ પારનેર તાલુકામાં આવેલી વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. આ સ્કૂલમાં પાંચથી 12મા ધોરણ સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
પારનેર તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પ્રકાશ લાલગેએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમા અત્યાર સુધીમાં જવાહર નવોદય વિદ્યાલયના 48 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્ટાફના સભ્યો સહિત 51 લોકો કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી મળી છે.તમામ કોરોના દર્દીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 1485 નવા દર્દીઓ મળ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 67,56,240 થઇ ગયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસનો આંકડો 110 થઇ ગયો છે.
Mutual Funds: કરોડપતિ બનવું છે સહેલું ?
મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમને આધીન છે, પરંતુ જો રોકાણકાર લાંબા સમય સુધી રોકાણ કરે છે, તો જોખમ પરિબળ ઘટે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડનું વળતર મહત્તમ થાય છે. એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ નિયમો છે જે રોકાણ કરતી વખતે રોકાણકારે યાદ રાખવાની જરૂર છે અને મ્યુચ્યુઅલ ફંડનો 15 X 15 X 15 નિયમ તેમાંથી એક છે.
15 વર્ષ સુધી દર મહિને કરો 15 હજારનું રોકાણ
15 X 15 X 15 નો આ મ્યુચ્યુઅલ ફંડ SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) નિયમ કહે છે કે જો કોઈ રોકાણકાર 15 વર્ષ માટે દર મહિને ₹15,000નું રોકાણ કરે છે, તો વ્યક્તિ એક કરોડ મેચ્યોરિટી રકમ મેળવવાની અપેક્ષા રાખી શકે છે. કારણ કે વળતર લગભગ 15 ટકા હશે. વાર્ષિક રોકાણકાર તેની જોખમ લેવાની ક્ષમતાના આધારે સ્મોલ-કેપ, મિડ-કેપ અથવા લાર્જ-કેપ ફંડ પસંદ કરી શકે છે.