રાજ્યસભા માટે મહારાષ્ટ્રના સાત, તમિલનાડુમાં છ, બિહાર અને પશ્ચિમ બંગાળની પાંચ-પાંચ, ઓડિશાની ચાર, હરિયાણા તથા આસામની ત્રણ-ત્રણ, છત્તીસગઢો અને તેલંગાણામાં બે-બે તથા હિમાચલ પ્રદેશમાં એક સીટ પર ઉમેદવારોને બિનહરિફ ચૂંટાયા હતા.
બિહારની વાત કરીએ તો, અહીં તમામ પાંચ ઉમેદવારો બિન હરીફ જીત્યા છે. જેડીયુના હરિવંશ અને રામનાથ ઠાકુર, ભાજપના વિવેક ઠાકુર અને આરજેડીના પ્રેમચંદ ગુપ્તા તથા એડી સિંહ બિનહરીફ ચૂંટાઈ રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી પામ્યા છે.
બિહારમાં પાંચથી વધારે ઉમેદવાર હોત તો ચૂંટણી કરવાની ફરજ પડત પરંતુ માત્ર પાંચ જ ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા તમામને બિનહરિફ વિજેતા જાહેર કરાયા હતા.
કેરળ પોલીસે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવા કર્યો શાનદાર ડાન્સ, Video થયો વાયરલ
રાજ્યસભા ચૂંટણીઃ TMCના કયા કયા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, એકનું છે ગુજરાત કનેકશન
રાજ્યસભા ચૂંટણીઃ તમિલનાડુમાં કયા છ ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા ? AIDMKની સાંસદોની સંખ્યા ઘટીને કેટલી થઈ, જાણો વિગતે