Central Government Jobs: નોકરીઓમાં કાપને લઈને વિપક્ષના આક્ષેપો વચ્ચે સરકારે સંસદમાં જણાવ્યું હતું કે 2014થી કેન્દ્ર સરકારમાં 7 લાખ 22 હજાર 311 પદોને નોકરી આપવામાં આવી છે. એક લેખિત જવાબમાં કાર્મિક મંત્રાલયના રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન નોકરીઓ માટે 22 કરોડથી વધુ અરજીઓ મળી હતી.
લેખિત જવાબમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2014-15માં એક લાખ 30 હજાર 423 લોકોને નોકરી મળી હતી. 2015-16માં એક લાખ 11 હજાર 807, 2016-17માં એક લાખ એક હજાર 333, 2017-18માં 76 હજાર 147, 2018-19માં 38 હજાર 100, 2019-20માં એક લાખ 47 હજાર 96, 2020-20માં 78 હજાર 555 નોકરીઓ અને 2021-2022માં 38 હજાર 850 લોકોને નોકરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિપક્ષ સતત બેરોજગારી અને મોંઘવારી અંગે સરકાર પર સવાલો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ દર એક વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપીને સત્તામાં આવી હતી. વિપક્ષના આક્રમક વલણને કારણે સંસદમાં હોબાળો થયો હતો. સરકારનું કહેવું છે કે તે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કર્યું હતું કે, 'રાજા'એ મોંઘવારી અને બેરોજગારી પર પ્રશ્નો પૂછવા બદલ 57 સાંસદોની ધરપકડ કરી અને 23 સાંસદોને સસ્પેન્ડ કર્યા. લોકશાહીના મંદિરમાં રાજા પ્રશ્નોથી ડરે છે, પણ સરમુખત્યારો સામે લડવાનું આપણે જાણીએ છીએ.
ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો