નવી દિલ્હી: 'આઝાદી કા અમૃત મહોત્સવ' ભારતની આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશભરમાં 'હર ઘર તિરંગા' ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી જે 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.
આ સંદર્ભમાં હવે કેન્દ્ર સરકારે લોકોને આઝાદીના આ તહેવાર સાથે જોડવા અને તેમનામાં દેશભક્તિની ભાવના પેદા કરવા માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે તમામ સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને સંગ્રહાલયો વગેરેને મુલાકાતીઓને 15 ઓગસ્ટ સુધી મફતમાં એન્ટ્રી આપવાની જાહેરાત કરી છે.
ASIના મેમોરિયલ-2ના ડાયરેક્ટર ડૉ. એન.કે. પાઠક વતી બુધવારે આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે 5 ઑગસ્ટથી તમામ સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને મ્યુઝિયમ વગેરેને મુલાકાતીઓ જોઈ શકે તે માટે એન્ટ્રી સંપૂર્ણપણે મફત કરવામાં આવી રહી છે. આ સાઇટ્સ પર કોઈ ફી લેવામાં આવશે નહીં. આ અંગેના આદેશો તમામ પ્રાદેશિક નિર્દેશકો અને સંબંધિતોને મોકલી દેવામાં આવ્યા છે.
Gujarat Monsoon: ફરી ગુજરાતને ધમરોળશે મેઘરાજા, જાણો કઈ-કઈ તારીખે છે ભારે વરસાદની આગાહી
Mumtaz Patel: અહેમદ પટેલની દીકરીનો મોટો ધડાકોઃ 'તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ'