UP, ઉત્તરપ્રદેશમાં હાલમાં જ ચૂંટણી પુરી થઇ ગઇ છે, નવી સરકાર બની ગઇ છે, પરંતુ યોગીના રાજમાં યુપીમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોયા બાદ લોકો વિચારમાં પડી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં મંગળવારે એક યુવતી પોતાના જીન્સમાં તમંચો લઈને ફરતી પકડાઈ હતી. પોતાની સાથે તમંચો રાખવાના મામલામાં યુપી પોલીસે તેને પકડી લીધી, પરંતુ બાદમાં પોલીસે જણાવ્યું કે તે એક ટીચર છે. જો કે તે કઈ સ્કૂલમાં ટીચર છે તેનો જવાબ પોલીસની પાસે નથી. પોલીસે તેને પકડ્યા બાદ છોડી દીધી હતી.


મીડિયાએ આ અંગે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યુ કે, તમંચો લઇને ફરનારી યુવતીનુ નામ કરિશ્મા છે, અને તે ન તો ટીચર છે કે ન તો તે તમંચો રાખવાની શોખીન. પરંતુ તે આત્મરક્ષણ માટે પોતાની પાસે તમંચો-રિવોલ્વોર રાખે છે. ખરેખરમાં, કરિશ્માના માતા-પિતાનું નિધન થઈ ગયું છે અને તે ઘરમાં પોતાની બહેનની સાથે રહે છે. તેની પાસે લગભગ એક કરોડની પ્રોપર્ટી છે, અને તેના સંબંધીઓની નજર તેની પ્રૉપર્ટી પર છે. કરિશ્માને શંકા છે કે, તેના પર પ્રૉપર્ટીને લઇને હુમલો થઇ શકે છે.


માહિતી પ્રમાણે, કરિશ્માના પિતા એક પ્રૉપર્ટી ડીલર હતા, અને માતા ગૃહીણી હતી, પરંતુ પરિવાર અને સંબંધીઓમાં પ્રૉપર્ટીનો વિવાદ ખુબ વધી ગયો અને તેના માતા પિતા સતત તણાવમાં રહેતા હતા. બાદમાં વર્ષ 2021માં કરિશ્માની માતાએ પતિને ગોળી મારી દીધી અને ખુદ પણ આત્મહત્યા કરી લીધી હતી. આમ પ્રૉપર્ટીને લઇને આત્મહત્યાની ઘટના ઘટી છે, તેથી કરિશ્મા પર પણ જીવનુ જોખમ છે. આ કારણે કરિશ્મા તમંચો લઇને ફરે છે કેમ કે તેની પણ હત્યા થવાનો ભય સતત રહે છે. 


આ પણ વાંચો...... 


રાજ્યમાં આજથી પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો


આ લક્ષણો દર્શાવે છે કે, આપની પ્રેગ્નન્સી અનહેલ્ધી છે, બાળકને પહોંચી શકે છે નુકસાન, ન કરો નજરઅંદાજ


ભારતની સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે રશિયામાં પોતાનો બિઝનેસ સમેટી લીધો, જાણો કંપનીએ કેમ લીધો આ નિર્ણય


ગુજરાતની આ યુનિવર્સિટીએ ફીમાં કર્યો 10 ટકાનો વધારો


PM મોદીએ UPI ટ્રાન્ઝેક્શન ડેટાથી બનેલી ટ્યુન શેર કરી, કહ્યું- તે ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ છે