ABP C-Voter Election Survey: ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સત્તાધારી પાર્ટી ભાજપે ચૂંટણીના પ્રચારમાં તમામ તાકાત કામે લગાડી દીધી છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સત્તામાં વાપસીનો દાવો કરી રહ્યા છે. આ વખતે ચૂંટણી અગાઉ કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ઉત્તર પ્રદેશમાં ખૂબ એક્ટિવ છે અને ફેરફારની વાત કહી રહ્યા છે. માયાવતીનું પણ કહેવું છે કે આ વખતે બીએસપીની સરકાર બનવા જઇ રહી છે. આ દાવાઓ વચ્ચે એબીપી ન્યૂઝે સી-વોટર સાથે મળીને સાપ્તાહિક સર્વે કર્યો છે. આ સર્વેમાં વોટરોને સવાલ કરવામાં આવ્યો હતો કે આ વખતે રાજ્યમાં કઇ પાર્ટીની સરકાર બની શકે છે.
જેમાં 48 ટકા લોકોએ ભાજપની સરકાર બનશે તેવી વાત કરી હતી જ્યારે 29 ટકા લોકોએ એસપી, 9 ટકા લોકોએ બીએસપી, 7 ટકા લોકોએ કોગ્રેસ, ત્રણ ટકા લોકોએ અન્યની સરકાર બનશે તેવો મત આપ્યો હતો. જ્યારે 2 ટકા લોકોએ ત્રિશંકુ અને 2 ટકા લોકોએ ખ્યાલ નથી તેવો મત રજૂ કર્યો હતો.
નોંધઃ ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાજ્યના રાજકીય સમીકરણ ખૂબ ગરમ છે. એબીપી ન્યૂઝ માટે CVOTERએ સાપ્તાહિક સર્વે કરી ઉત્તર પ્રદેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ સર્વેમાં ઉત્તરપ્રદેશના 11 હજાર 85 લોકોએ ભાગ લીધો હતો. સર્વે 25 નવેમ્બરથી એક ડિસેમ્બર વચ્ચે કરાયો હતો. જેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ ત્રણથી પ્લસ માઇનસ 5 ટકા છે.
Mehsana : કાર્યક્રમમાં CR પાટીલ દોઢ કલાક મોડા આવતાં નીતિન પટેલ એકલા સ્ટેજ પર બેસી રહ્યા
LRD Recruitment : વરસાદને કામે મોકૂફ રહેલી શારીરિક કસોટી હવે ક્યારે યોજાશે? જાણો વિગત
જગદીશ ઠાકોરે કયા પાટીદાર આગેવાન ન આવતાં કેક કાપી નહીં? નેતાના આગમન પછી કર્યું કેક કટિંગ
ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી પછી આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, જાણો શું લેવાયા મોટા પગલા?