નોઇડાઃ ઉત્તરપ્રદેશમા એક મોટુ ઉલટફેર જોવા મળ્યુ છે. મુસ્લિમ આગેવાન અને સમાજના મોટા નેતા ગણાતા વસીમ રિઝવીએ વિધિવત રીતે હિન્દુ ધર્મ અપનાવી લીધો છે, તેમને કેટલાક કારણોસર મુસ્લિમ ધર્મને છોડી દીધો છે. ગાઝિયાબાદ સ્થિત ડાસના (Dasna Temple)ના દેવી મંદિરમાં યતિ નરસિંહાનંદ સરસ્વતી (Yati Narshimhanand)એ તેમને હિન્દી ધર્મમાં સામેલ કરાવ્યા. આ પ્રસંગે યતિ નરસિંહાનંદ સરસ્વતીએ કહ્યું કે, અમે વસીમ રિઝવીની સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી બિરાદરી સાથે જોડાશે, એટલે કે હવે વસીમ રિઝવી હિન્દુઓમાં ત્યાગી જ્ઞાતિમાં ગણાશે.  


જાણો કોણ છે વસીમ રિઝવી ? 
વસીમ રિઝવીનો જન્મ ઉત્તરપ્રદેશના લખનઉમાં થયો હતો, તેમને યુપીની યુનિવર્સિટી ઓફ લખનઉમાંથી અભ્યાસ કર્યો છે. વસીમ રિઝવી શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન છે, તેમને ભગવાન શ્રીરામ પર બૉલીવુડ ફિલ્મ રામ કી જન્મભૂમિ પણ પ્રૉડ્યૂસ કરી છે. વસીમ રિઝવીએ સાઉદી આરબ, જાપાન અને અમેરિકામાં નોકરી છે. 


વસીમ રિઝવીની રાજકીય સફર
વસીમ રિઝવી 2000માં જુના લખનઉના કાશ્મીરી મહોલ્લા વોર્ડમાંથી સમાજવાદી પાર્ટી (સપા) ના નગરસેવક ચૂંટાયા હતા. 2008માં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના સભ્ય બન્યા. 2012માં શિયા વક્ફ બોર્ડની સંપતિઓમાં હેરફેરના આરોપમાં ઘેરાયા બાદ સપાએ તેમને છ વર્ષ સુધી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને કોર્ટમાં અરજી દાખલ કરી અને ત્યાંથી તેમને રાહત મળી હતી. 


ઉત્તરપ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પદ પર રહેવાને લઇને દોઢ દાયકાથી મૌલાના કલ્બે જવ્વાદ અને વસીમ રિઝવીની વચ્ચે રાજકીય વર્ચસ્વનો જંગ ચાલી રહ્યો હતો. માયાવતીની સરકાર દરમિયાન શિયા વક્ફ બોર્ડના ચેરમેન બનેલા વસીમ રિઝવીને અખિલેશ યાદવની સરકારના સમયે હટાવવા માટે કલ્બે જવ્વાદે એડોચોટીનુ જોર લગાવી દીધુ હતુ, અને રસ્તાં પર ઉતરીને પ્રદર્શન પણ કર્યુ હતુ, પરંતુ ત્યારે આઝમ ખાનના કારણે તેમનુ ન હતુ ચાલી શક્યુ. વસીમ રિઝવી યુપીમાં બહુજન સમાજવાદ પાર્ટીના અધ્યક્ષ માયાવતીની ખુબ નજીકના છે.


હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ વસીમ રિઝવીએ શું કહ્યું- 
હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ વસીમ રિઝવીએ કહ્યું- ધર્મ પરિવર્તનની અહીં કોઇ વાત નથી, જ્યારે મને ઇસ્લામમાંથી કાઢી મુકવામાં આવ્યો, ત્યારે એ મારી મરજી છે કે હું કયા ધર્મનો સ્વીકાર કરુ..... સનાતન ધર્મ દુનિયાનો સૌથી પહેલો ધર્મ છે અને એટલી તેમા સારી વસ્તુઓ રહેલી છે, માણસાઇ છે. આપણે એ સમજીએ છીએ કે કોઇબીજા ધર્મમાં નથી, અને ઇસ્લામને અમે ધર્મ સમજતા જ નથી. અમારા માથા પર દરેક શુક્રવારે ઇનામ વધારી દેવામાં આવે છે, એટલે આજે હું સનાતન ધર્મ અપનાવી રહ્યો છું. 


શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે ઇસ્લામ છોડી હિન્દુ ધર્મ અપનાવવા જઇ રહ્યાં છે. તેમને કહ્યું હતુ કે ડાસનાના દેવી મંદિરના મહંત યતિ નરસિંહાનંદ સરસ્વતી તેમને સનાતન ધર્મમાં સામેલ કરાવશે. 


ઉલ્લેખનીય છે કે વસીમ રિઝવી હંમેશા પોતાની વાતો અને હરકતોથી વિવાદોમાં રહે છે. થોડાક દિવસો પહેલા રિઝવીએ પોતાની વસીયત લખી હતી, જેમાં તેને ઇચ્છા દર્શાવી હતી કે તેમના મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ના આવે, પરંતુ હિન્દુ રીતિ રિવાજથી અંતિમ સંસ્કાર કરવામા આવે. તેમને એ પણ ઇચ્છા દર્શાવી હતી કે યતિ નરસિંમ્હાનંદ તેમની ચિતાને અગ્નિ આપે.  


વસીમ રિઝવીએ ત્યારે એક વીડિયો જાહેર કરી રહ્યો હતો કે તેમની હત્યા કરવા અને ગરદન કાપવાનુ કાવતરુ રચવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં તેમને કહ્યું હતુ કે, મારો ગુનો માત્ર એટલો છે કે મે કુરાનની 26 આયાતોને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી, મુસલમાન મને મારવા ઇચ્છે છે અને એલાન કર્યુ છે કે મને કોઇપણ કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપે. એટલા માટે મૃત્યુ બાદ મારો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે.


 


આ પણ વાંચો.............


ગુજરાતના કયા બે પાડોશી રાજ્યોમાં એકજ દિવસમાં 'ઓમિક્રૉન'નો રાફડો ફાટ્યો, એકસાથે કેટલા કેસ નોંધાતા લોકો ગભરાયા, જાણો વિગતે


વૉટ્સએપ લાવી રહ્યું છે મેસેજને આસાન બનાવવા આ ખાસ ફિચર, શોર્ટકટથી જ કરી શકાશે આ મોટુ કામ


ઓમિક્રોનથી બચવા માટે આ ત્રણ અસરકારક ટિપ્સ અપવાનો, સંક્રમણથી રહેશો હંમેશા દૂર


Google આ મહિલાઓને આપી રહી છે 74 હજાર રૂપિયા જીતવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી


તલાક બાદ સુપરસ્ટારની પત્નીએ બીચ પર બતાવ્યો હૉટ અંદાજ, પોતાના નવા સાથી સાથે મસ્તી કરતી દેખાઇ, જુઓ............