હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 84 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા. કેપ્ટન ટૉમ લાથમે 48 બોલમાં 69 રન અને હેનરી નિકોલસે 82 બોલમાં 78 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઈતિહાસનો સર્વોચ્ચ રન ચેઝ કર્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 84 રન આપી 2 વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારતાં 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 64 બોલમાં 88 રન અને કેદાર જાધવ 15 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 10 ઓવરમાં 85 રન આપી 2 વિકેટ લીધી હતી.
આ કારણો રહ્યા ભારતની હાર માટે જવાબદાર
એકસ્ટ્રા રનઃ ભારત સામે ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશનો સામનો કરનારી કિવી ટીમને ભારતની દિશાહિન બોલિંગનો ફાયદો મળ્યો હતો. ભારતીય ટીમે 29 રન એકસ્ટ્રા આપ્યા હતા. જેમાં 24 વાઇડ હતા. એટલેકે ભારતે 4 ઓવર વધારાની ફેંકી હતી. જસપ્રીત બુમરાહે સૌથી વધુ 9 અને શમીએ 6 વાઇડ નાંખ્યા હતા.
ખરાબ ફિલ્ડિંગઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક શાનદાર રન આઉટ કર્યો હતો. જેને જોઈ કોહલી નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાનો જોંટી રોડ્સ હોવાનું લાગ્યું હતું. ન્યૂઝીલેન્ડનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 120 રન હતો ત્યારે જાડેજાની બોલિંગાં કુલદીપે કેચ છોડ્યો હતો. જો તે સમયે કેચ પકડી લીધો હોત તો પરિણામ અલગ આવ્યું હોત.
કંગાળ બોલિંગઃ ભારતના બેટ્સમેનોએ મોટો સ્કોર બનાવ્યા બાદ બોલરોએ તેમની મહેનત પર પાણી ફેરવ્યું હતું. ભારતના એક પણ બોલરે પ્રતિ ઓવર પાંચથી ઓછા રન આપ્યા નહોતા. કુલદીપ યાદવે 10 ઓવરમાં 84, શાર્દુલ ઠાકુરે 9 ઓવરમાં 80, જાડેજાએ 10 ઓવરમાં 64, શમીએ 9.1 ઓવરમાં 63 અને બુમરાહે 10 ઓવરમાં 53 રન આપ્યા હતા.
Auto Expo 2020: હ્યુન્ડાઈએ Tucsonનું અપડેટ વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
Auto Expo 2020ની ધમાકેદાર શરૂઆત, TATA મોટર્સે રજૂ કરી ચાર નવી એસયુવી
INDvNZ: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2020 05:25 PM (IST)
ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઈતિહાસનો સર્વોચ્ચ રન ચેઝ કર્યો હતો.
(ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -