ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારતાં 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 64 બોલમાં 88 રન અને કેદાર જાધવ 15 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 10 ઓવરમાં 85 રન આપી 2 વિકેટ લીધી હતી.
બંને ટીમો વચ્ચે જોવા મળી આ સમાનતા
મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે એક સમાનતા જોવા મળી હતી. બંને ટીમના ચોથા નંબરના બેટ્સમેને સદી ફટકારી હોય તેવી વન ડે ઈતિહાસની ત્રીજી ઘટના બની હતી. ભારત તરફથી શ્રેયસ ઐયરે 107 બોલમાં 103 રન બનાવ્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડ વતી રોસ ટેલરે 84 બોલમાં અણનમ 109 રન ફટકારી ટીમને જીત અપાવી હતી.
2007માં નોંધાઈ હતી આવી પ્રથમ ઘટના
વન ડેમાં બંને ટીમના ચોથા ક્રમના બેટ્સમેને સદી ફટકારી હોય તેવી ઘટના સૌપ્રથમ 2007માં નોંધાઈ હતી. 2007માં સાઉથ આફ્રિકા અને ઝીમ્બાબ્વે વચ્ચે રમાયેલી વન ડેમાં એબી ડિવિલિયર્સે 107 અને ટાટેંડા ટાયબુએ પણ 107 રનની ઈનિંગ રમી હતી. જે બાદ 10 વર્ષ પછી ફરી આવી ઘટના બની હતી. 2017માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી યુવરાજ સિંહે 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી, ઈંગ્લેન્ડ તરફથી ઇયોન મોર્ગને 102 રન બનાવ્યા હતા.
INDvNZ: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો, જાણો વિગતે
Auto Expo 2020: હ્યુન્ડાઈએ Tucsonનું અપડેટ વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ
Auto Expo 2020ની ધમાકેદાર શરૂઆત, TATA મોટર્સે રજૂ કરી ચાર નવી એસયુવી