નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો સમર્થકોની હાજરીમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે સ્ટેજ પરથી સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે.


તમારો દીકરો ફરીથી CM બની ગયો

શપથ લીધા બાદ કેજરીવાલે લોકોને સંબોધન કરતી વખતે ઈંકલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. કેજરીવાલે કહ્યું, આ એક ભાઈ, બહેન, યુવા અને વિદ્યાર્થીની જીત છે. દરેક દિલ્હીવાસીની જીત છે. તમારો દીકરો ફરી સીએમ બની ગયો હવે ચિંતાની વાત નથી. કેટલાક લોકોએ આપને વોટ આપ્યા, કેટલાક લોકોએ બીજેપીને વોટ આપ્યા, કેટલાકે કોંગ્રેસને વોટ આપ્યા. આજે હું બધાનો મુખ્યમંત્રી છું. મેં ક્યારેય કામ કરવામાં ભેદભાવ નથી કર્યો. બધા મારા પરિવારમાં સામેલ છે. જો કોઈ પણ કામ હોય તો તમે મારી પાસે આવી શકો છું હું બધાનું કામ કરીશ. હું સૌને સાથી મળીને કામ કરવા માંગુ છું.


દિલ્હીને નંબર વન શહેર બનાવવું છે

કેજરીવાલે કહ્યું, ચૂંટણીમાં રાજનીતિ તો થતી રહે છે. અમારા વિરોધીઓએ અમને જે કંઈ કહ્યું તેને અમે માફ કરી દીધું છે. હું પ્રધાનમંત્રી મોદી પાસેથી આશીર્વાદ માંગુ છુ. કેન્દ્ર સાથે મળીને દિલ્હીને નંબર વન શહેર બનાવવા માંગુ છું.


દિલ્હીવાસીઓએ નવી રાજનીતિ શરૂ કરી

દિલ્હીના લોકોએ દિલ્હીમાં એક નવી રાજનીતિ શરૂ કરી છે. જ્યારે ભારત માતાનો દરેક બાળક સારું શિક્ષણ મેળવશે ત્યારે તિરંગો આકાશમાં શાનથી લહેરાશે. જ્યારે ભારતના દરેક વ્યક્તિને સારી સારવાર મળશે ત્યારે તિરંગો શાનથી આકાશમાં લહેરાશે.  જ્યારે સુરક્ષા અને મહિલાઓમાં આત્મસન્માન જાગશ, યુવાઓના માથા પરથી બરોજગારની ટેગ હટશે ત્યારે તિરંગો શાનથી લહેરાશે તેમ કેજરીવાલે સંબોધનમાં જણાવ્યું હતું.


દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો પણ....

મને ખુશી છે કે આજે મારા મંચ પર મુખ્ય અતિથિ તરીકે દિલ્હીના નિર્માતા હાજર છે. દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. નેતા અને પાર્ટી આવતી-જતી રહે છે પરંતુ દિલ્હી આગળ વધતી રહે છે તેમ પણ  કેજરીવાલે જણાવ્યું હતું.


.... તો લાંછન છે આવા CM પર

તેમણે કહ્યું, કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે. મા અને પિતાનો પ્રેમ ફ્રી હોય છે. શ્રવણ કુમારની સેવા ફ્રી હતી. હું દિલ્હીવાસીઓને અને દિલ્હીવાસી કેજરીવાલને ખૂબ પ્રેમ કરે છે. જો હું સ્કૂલમાં ભણતા બાળકો પાસેથી, હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો પાસેથી રૂપિયા લંઉ તો લાંછન છે આવા મુખ્યમંત્રી પર. સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગશે તેવો સમય જલદી આવશે.


IPL 2020: કઈ બે ટીમો વચ્ચે ક્યાં રમાશે પ્રથમ મેચ ? જુઓ સીઝન 13નું ફૂલ શેડ્યૂલ

સુરેન્દ્રનગરઃ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત

મનીષ સિસોદિયાએ નામ લીધા વગર PM પર કર્યો પ્રહાર, કહ્યું- 10 લાખના સૂટ કરતાં તે રૂપિયા જનતા પર ખર્ચ થાય તો સારું

મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત