Coal Ban in Delhi From Next Year: આગામી વર્ષથી દિલ્હીમાં કોલસા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ 1 જાન્યુઆરી, 2023 થી સમગ્ર દિલ્હી-NCRમાં ઔદ્યોગિક, ઘરેલું અને અન્ય હેતુઓ માટે કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના નિર્દેશ જાહેર કર્યા છે. જોકે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં ઓછા સલ્ફરવાળા કોલસાના ઉપયોગને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. એનસીઆરમાં ઔદ્યોગિક એકમોમાં વાર્ષિક આશરે 17 લાખ ટન કોલસાનો ઉપયોગ થાય છે, જેમાં એકલા છ મોટા ઔદ્યોગિક જિલ્લાઓમાં લગભગ 1.4 મિલિયન ટનનો વપરાશ થાય છે.


આવતા વર્ષથી દિલ્હી-NCRમાં કોલસાનો ઉપયોગ નહીં થાય


CAQM 3 જૂનના રોજ જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે PNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ધરાવતા વિસ્તારોમાં કોલસાના ઉપયોગ પરનો પ્રતિબંધ 1 ઓક્ટોબરથી અને PNG પુરવઠો હજુ પણ ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં 1 જાન્યુઆરી, 2023થી લાગુ થશે. CAQMએ કહ્યું કે, આવતા વર્ષે 1 જાન્યુઆરીથી સમગ્ર નેશનલ કેપિટલ રિજન (NCR)માં બળતણ તરીકે કોલસાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


કમિશને અગાઉ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા માટે સામાન્ય જનતા અને ક્ષેત્રના નિષ્ણાતોના સૂચનો આમંત્રિત કર્યા હતા. કોલસા પર પ્રતિબંધ મૂકવા અંગે તેમને મોટી સંખ્યામાં સૂચનો મળ્યા હતા.


CAQM એ આવા તમામ સૂચનો અને દરખાસ્તોની તપાસ કરવા અને વિચારણા કરવા માટે નિષ્ણાત ટીમની રચના કરી હતી. જેના અહેવાલમાં નિષ્ણાત ટીમે ભારે પ્રદૂષિત અશ્મિભૂત ઇંધણ જેવા કે કોલસાના ઉપયોગને દૂર કરવાની અને શક્ય તેટલું સ્વચ્છ ઇંધણ ફરજિયાત કરવાની ભલામણ કરી હતી.


 


અમદાવાદઃ PSIની ભરતી પ્રક્રિયા અંગે થયેલી પિટિશનને હાઈકોર્ટે ફગાવી, જાણો હાઈકોર્ટે શું કહ્યું


IGNOU Admission 2022: MBA અને MCA માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, આ સાઇટ પર જઈને કરાવો રજિસ્ટ્રેશન


Panchayat Secretary Recruitment 2022: પંચાયત સચિવના પદ પર અહીં નીકળી બંપર ભરતી, જાણો ઉંમર અને યોગ્યતા


Mithali Raj Retirement: ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત