કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે જમ્મુ પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુની બે દિવસની મુલાકાત પર છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે અમિત શાહનું સ્વાગત કર્યું હતું અને તેમને આવકાર્યા હતા. ત્યાર બાદ અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા અને ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા સમિક્ષાની બેઠક કરી હતી. સુરક્ષા સમિક્ષાની બેઠક સાથે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં રાજભવન ખાતે શહીદ થયેલા પોલીસ જવાનોના પરીવારને નોકરીના અપોઈન્ટમેન્ટ લેટર પણ આપ્યા હતા. 


ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે કેન્દ્રીય અનામત પોલીસ દળ (CRPF)ના સ્થાપના દિવસ નિમિત્તે આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ CRPFનો 83મો સ્થાપના દિવસ છે જેની ઉજવણી જમ્મુ ખાતે કરવામાં આવી રહી છે. પ્રથમ વખત CRPFનો સ્થાપના દિવસ દિલ્લીની બહાર ઉજવવામાં આવી રહ્યો છે. 






છેલ્લા 5 મહિનામાં અમિત શાહની બીજી વખત જમ્મુની મુલાકાતે આવ્યા છે. આ પહેલાં અમિત શાહ 5 દિવસની મુલાકાતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા. માર્ચ 1950માં તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે CRPF એક્ટ લાગુ થયા બાદ તેનું નવું નામ "કેન્દ્રીય અનામત પોલીસ દળ" (CRPF) રાખ્યું હતું. આ પહેલાં સીઆરપીએફની સ્થાપના 1939માં ક્રાઉન રિપ્રેજેન્ટીવ પોલીસ તરીકે થઈ હતી. 


આ પણ વાંચોઃ


રશિયા-યુક્રેન યુદ્ધમાં હવે ચીનની એન્ટ્રી, શી જિનપિંગે બાઈડેન સાથેની વાતચીતમાં આપ્યું મોટું નિવેદન


યોગી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આ દિવસે સાંજે 4 વાગ્યે યોજાશે, જાણો સમારોહ આયોજનની વિગતો


G-23ની બેઠક બાદ સોનિયા ગાંધીને મળ્યા ગુલામ નબી આઝાદ, જણાવ્યું શું થઈ વાતચીત