Aspergillosis:ભલે કોરોના સંક્રમણમાં ઘટાડો થઇ રહ્યો હોય પરંતુ આ કોવિડમાંથી સ્વસ્થ થતાં દર્દીઓમાં ઘણા પ્રકારના ફંગલ ઇન્ફેક્શનના અહેવાલ  સામે આવી રહ્યાં છે. કાળા અને સફેદ ફૂગ પછી, હવે અસ્પરજિલોસિસ નામના ફૂગે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. જાણીએ તેનો શું છે લક્ષણો અને બચાવ માટે શું કરી શકાય 


 કોરોના વાયરસની બીજી લહેરે ઘાતક સાબિત થતાં  લોકો ડરી ગયા છે. જો કે  હવે સ્થિતિ પહેલા કરતાં ઘણી સારી થઈ ગઈ છે. પરંતુ હવે કોરોનામાંથી સ્વસ્થ થયા પછી ફંગલ ઇન્ફેક્શનથી લોકોને ડર લાગી રહ્યો છે. બ્લેક ફુગસ પછી હવે ઘણા પ્રકારના અન્ય ફંગલ ઇન્ફેક્શન પણ કોરોના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે. દર્દીઓ વિવિધ પ્રકારના ચેપનો સામનો કરી રહ્યા છે. હવે બીજી ફૂગ પણ પગ પેસારો કરી રહી છે.  જેને એસ્પરજિલોસિસ(Aspergillosis) કહેવામાં આવે છે. ગુજરાતમાં તેના કેસો વધુ જોવા મળ્યા છે. આ ચેપ કોરોનાથી  સાજા થયેલા લોકોને થઇ રહ્યો છે.  


અસ્પરજિલોસિસ શું છે?


એસ્પરજિલોસિસ એ ફંગલ ચેપ છે. આ ફૂગ ફક્ત આપણી આસપાસના વાતાવરણમાં હાજર છે, પરંતુ જેની પ્રતિરક્ષા મજબૂત છે તેને તે નુકસાન કરતું નથી. જો કે,  લો ઇમ્યનિટી ધરાવતાં  લોકો અથવા ફેફસા સંબધિત બીમારી ધરવાતાં વ્યક્તિમાં ઝડપથી ફેલાઇ છે. જે  વ્યક્તિના શ્વાસ દ્વારા, તે શરીરની અંદર જઇને એલર્જીનું કારણ બને છે. તે રક્ત વાહિનીઓ અને તેનાથી આગળ પણ ફેલાય છે. આ એસ્પરજિલોસિસ શરીરને જુદી જુદી રીતે અસર કરે છે. આવી સ્થિતિમાં, એસ્પરજિલોસિસ જુદી જુદી રીતે શરીરને પ્રભાવિત કરે છે.  


અસ્પરજિલોસિસના લક્ષણો  શું છે?


શ્વાસ લેવામાં મુશ્કેલી
જો આપને  શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો આ ચેપના સંકેત હોઈ શકે છે. ફેફસાંમાં પહોંચ્યા પછી, આ ફૂગ ટિશ્યુઝને ને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય તો સમજી શકાય કે ઇન્ફેકશન ફેફસાને પ્રભાવિત કરી રહ્યું છે. 


તાવ અને ઠંડી અનુભવવી
કોવિડ સંક્રમણમાં તાવ અને ઠંડીનો અનુભવ થાય છે પરંતુ જો રિકવરી બાદ તાવ અને ઠંડી અનુભવાય તો તે ફૂગ સંક્રમણના લક્ષણો હોઇ શકે છે. 


ખાંસી આવવી, લોહી નીકળવું
જો સંક્રમણ ફેફસાં સુધી પહોચી ગયું હોય તો ઉધરસ આવે છે. દર્દીને સતત ઉધરસની સાથે કેટલીક વખત લોહી પણ નીકળે છે. 


માથામાં દુખાવો
ફંગસ ઇન્ફેકશન નાકથી આંખ અને માથા તરફ ફેલાય છે. આ સ્થિતિમાં દર્દી માથામાં દુખાવો અને આંખોમાં અને આંખની આપપાસ દુખાવાની ફરિયાદ કરે છે. સંક્રમણ મુખ્ય રીતે સાયસ અને ફેફસાં પહોંચે છે. 


થકાવટ અને નબળાઇ
કોવિડના દર્દીને થાક અને નબળાઇ અનુભવાય છે.  આ સ્થિતિમાં જો વધુ થકાવટ લાગતી હોય અને રિકવરી બાદ આ સ્થિતિમાં વધારો જોવા મળે તો તે ફંગસ ઇન્ફેકશનના લક્ષણો છે. 


ત્વચા પર અસર
ઘણા કિસ્સાઓમાં ફંગલ ઇન્ફેક્શનની અસર ત્વચા પર પણ પડે છે.  ત્વચામાં બળતરા, લાલાશ, સોજો અને પિમ્પલ્સનું કારણ બની શકે છે.  ત્વચા પર ખંજવાળ પણ આવી શકે છે.


અસ્પરજિલોસિસની ઓળખ
એસ્પરગિલોસિસનું નિદાન કરવું થોડું મુશ્કેલ છે, તેમ છતાં, બાયોપ્સી, લોહીની તપાસ, છાતીનો એક્સ-રે, સીટી અને ફેફસાના સ્કેન કર્યા  બાદ આ બીમારીનું નિદાન થઇ શકે છે. 


અસ્પરજિલોસિસનો ઇલાજ 
કોઈપણ ફંગલ ઇન્ફેક્શન વિશે  જેટલી વહેલી તકે ખબર પડે, તે એટલું સારું રહે છે. કારણ કે સમય રહેતા તેનો ઇલાજ થઇ શકે છે અને સંક્રમણને વધુ શરીરમાં ફેલાતું રોકી શકાય છે.  આરોગ્ય નિષ્ણાતોના મતે,  બ્લેક અને વ્હાઇટ ફંગસની જેમ જ તેનો ઇલાજ થાય છે, જો કે શરીરમાં વધુ ચેપ લાગતો હોય તો સર્જરી પણ કરવી પડે છે.