નવી દિલ્હીઃ UAE બાદ હવે બહરીનમાં પણ ભવ્ય મંદિર બનશે. બહરીનમાં BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી છે. આ બદલ વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 'અલ વાકબામાં પણ BAPSનું સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે. યુએઈમાં 26 લાખ ભારતીય રહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે ક્રાઉન પ્રિન્સ અને બહરીનના પ્રધાનમંત્રી HRH પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા સાથે વાતચીત થઈ છે. સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવણી અંગે તાજેતરમાં લેવામાં આવેલા નિર્ણય લેવા બદલ આભાર.
Government Scheme: આ રાજ્યના ખેડૂતોને મળે છે 16 હજાર રૂપિયા, જાણો યોજનાની ડિટેલ
ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત
Vacancy: Ministry of Communications & IT માં નીકળી ભરતી, 60 હજાર મળશે પગાર