Bihar News: બિહારમાં ફરી એકવાર ધૃણાજનક ઘટના સામે આવી છે. બિહારના સમસ્તીપુરમાં ટ્રેનમાં અસામાજિક તત્વોનો મનમાની કરવાનો મામલો સામે આવ્યો છે. મંગળવારે ટ્રેનમાં એક વિદ્યાર્થિનીની ચાલુ ટ્રેને છેડતી કરી, અને બાદમાં છોકરીને ના છુટકે બચવા માટે નીચે પડતુ મુકવુ પડ્યુ હતુ. વિદ્યાર્થિનીએ આ અંગે કહ્યું- જ્યાં-ત્યાં અડતા હતા, સ્થિતિ એટલી ખરાબ હતી કે કૂદવું જ યોગ્ય હતું.
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીની ગ્રામીણોને રેલવે ટ્રેકના કિનારે ગંભીર હાલતમાં મળી હતી. તેને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. છોકરીના બંને પગ, હાથ અને માથામાં ગંભીર ઈજા આવી છે. તેના દાંત પણ તુટી ગયા છે.
છેડતીનો ભોગ બનનારી પીડિતા વિદ્યાર્થીની મુઝફ્ફરપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ટ્રેનથી બરૌનીથી તેના ઘરે આવતી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલી વિદ્યાર્થિની બપોરે 3.15 વાગે મુઝફ્ફરપુરથી બરૌની જવા માટે જનસાધારણ ટ્રેનમાં નીકળી હતી. તે જ્યાં બેઠી હતી ત્યાં 6 છોકરા હતા. તેઓ ગંદી ગંદી કોમેન્ટ કરતા હતા. તેણે ના પાડી તોપણ તેઓ તે છોકરીને અડતા હતા. એને કારણે તે ગભરાઈ ગઈ હતી. સ્થિતિ ખરાબ થતાં તે કોચના દરવાજા પાસે આવી ગઈ હતી.
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી