પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થશે. મુખ્યમંત્રી કાર્યાલય તરકથી મળેલી જાણકારી મુજબ, નવા સભ્યોનું સામેલ કરવાનું કામ રાજભવનમાં થશે. રાજ્યપાલ ફાગુ ચૌહા દ્વારા નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે. બિહારમાં મંત્રી મંડળ વિસ્તરણને લઈ એનડીએમાં સહમતિ બની ગઈ છે. એનડીએમાં સામેલ બીજેપી અને જેડીયુના નેતાઓમાં પરસ્પર સહમતિને લઈ સત્તાવાર રીતે વિસ્તરણની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ મંત્રીમંડળ વિસ્તરણને લઈ સહમતિ બની ગઈ છે.
મુખ્યમંત્રી નીતીશકુમારના નજીકના અને નાલંદાથી જેડીયુ ધારાસભ્ય શ્રવણ કુમાર ફરીથી મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે. અપક્ષ ધારાસભ્ય સુમિત સિંહ પણ મંત્રી બની શકે છે. એમએલસી નીરજ કુમારની મંત્રી મંડળમાં વાપસી થઈ શકે છે. આ ઉપરાંત મદન સહની અનને દામોદર રાઉતની સાથે પૂર્વ આઈપીએસ અધિકારી સુનીલ કુમારને પણ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાજ હુસૈન, આંતરરાષ્ટ્રીય શૂટર અને જમુઈથી બીજેપી ધારાસભ્ય શ્રેયસી સિંહને નીતીશ કેબિનેટમાં જગ્યા મળી શખે છે. આ ઉપરાંત પૂર્વ મંત્રી તથા ઝંઝારપુરના ધારાસભ્ય નીતીશ મિશ્રા અને દરભંગના એમએએ સંજય સરાવગી પણ દાવેદાર છે.
ગત વર્ષે 16 ડિસેમ્બરે સરકાર બન્યા બાદ મંતરીમંડળ વિસ્તરણને લઈ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. મંત્રીમંડળ વિસ્તરણમાં વિલંબને લઈ વિપક્ષ શાસક પક્ષ પર નિશાન સાધી રહ્યુ છે.
PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી વાત, જાણો શું કહ્યું
રાશિફળ 9 ફેબ્રુઆરીઃ આ 6 રાશિના જાતકોએ રહેવું પડશે સંભાળીને, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આજે થશે બિહારમાં નીતીશ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, બીજેપી અને જેડીયુમાં બની સહમતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Feb 2021 08:43 AM (IST)
વર્તમાન રાજ્ય મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 14 સભ્યો છે. નિયમો મુજબ તેમાં 36 સભ્યો હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -