CBI Action Against Manish Sisodia: આબકારી કેસ મામલે (Delhi Excise Case) દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે CBIએ લુક આઉટ સર્ક્યુલર તૈયાર કરી રહી છે. મનીષ સિસોદિયા સામે લુકઆઉટ નોટીસને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓ સીબીઆઈ વિશે વિવિધ નિવેદનો આપી રહ્યા છે. તે પછી સીબીઆઈના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે, સીબીઆઈ જલ્દી જ લુક આઉટ નોટિસ જાહેર કરી શકે છે જે પ્રક્રિયામાં છે.


આ પહેલાં સીબીઆઈના સૂત્રોએ કહ્યું હતું કે, મનીષ સિસોદિયા અને અન્ય 14 લોકો સામે આબકારી નીતિ મામલે લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે, "લુક આઉટ સર્ક્યુલર હજી પ્રક્રિયામમાં છે પરંતુ જાહેર નથી કરવામાં આવ્યો."


બે આરોપી પોતાના સ્થળ પર નથી મળ્યાઃ


સૂત્રોએ એ પણ જણાવ્યું કે, શુક્રવારે આરોપીઓના ઘરો પર તપાસ દરમિયાન બે આરોપી મળ્યા નહોતા. તેમની સામે સમન જાહેર કરીને તપાસમાં હાજર રહેવા માટે કહેવાયું છે. લુકઆઉટ નોટિસના સમાચાર આવ્યા બાદ મનીષ સિસોદિયાએ પીએમ મોદીનો જુનો વીડિયો ટ્વીટ કર્યો હતો જેમાં, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીબીઆઈના વિરુદ્ધમાં બોલતા દેખાય છે. સિસોદિયાએ જણાવ્યું કે, તેમના ઘરમાં સીબીઆઈના દરોડા દરમિયાન કંઈ મળ્યું નથી.


લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ શું થાય છે?


લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ સંબંધિત તપાસ એજન્સી તે વ્યક્તિ વિશે બ્યુરો ઓફ ઈમિગ્રેશનને (BoI) સૂચિત કરે છે જે સંબંધિત તપાસ એજન્સીને જાણ કર્યા વગર દેશ છોડીને જઈ શકતા નથી. ત્યાર બાદ બ્યુરો ઓફ ઈમિગ્રેશન આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર અને વિવિધ પોર્ટ-બંદરો પર સંબંધિત વ્યક્તિ સામે જાહેર થયેલી લૂક આઉટ નોટિસ અંગે જાણ કરે છે.


કેટલીક કેટેગરીની લુક આઉટ નોટિસમાં વ્યક્તિના દેશ છોડવા પર સંપુર્ણ મનાઈ હોય છે. જ્યારે કેટલા કેસની કેટેગરીવાળી લૂક આઉટ નોટિસમાં સંબંધિત તપાસ એજન્સીને જાણ કર્યા બાદ વ્યક્તિ દેશ છોડીને બહાર જઈ શકે છે.


આ પણ વાંચોઃ


Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ કરી મોટી જાહેરાત, જાણો વિગત


PM Modi Visits Gujarat: પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો ક્યા કરશે જાહેરસભા


Gujarat Politics: દલિત સમાજની જમીન ભાજપના નેતાએ બિલ્ડરોને આપી દીધી: મનિષ દોશી


Rahul Gandhi Gujarat Visits: મિશન 2022 માટે રાહુલ ગાંધી આવશે ગુજરાત, અશોક ગેહલોત પણ રહેશે હાજર