Goa Assembly Elections 2022: ગોવા વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી અને મહિલાઓની સુરક્ષાને મોટો મુદ્દો ગણાવતા કોંગ્રેસે ભાજપની પ્રમોદ સાવંત સરકાર પર પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કોંગ્રેસના પ્રભારી દિનેશ ગુંડૂ રાવ અને અલકા લાંબાની હાજરીમાં ગોવાની ચૂંટણીમાં વધતી બેરોજગારી અને મહિલા સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર એક પુસ્તિકા બહાર પાડી હતી.
આ અવસર પર રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે, ગોવા સરકાર યુવાનોને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે અને છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં રોજગારી યોગ્ય યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. મહિલા સુરક્ષાના મુદ્દે સુરજેવાલાએ પ્રમોદ સાવંતની સાથે સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું, કેન્દ્ર સરકારે પણ ક્યારેય નિર્ભયા ફંડના ₹6000 કરોડમાંથી લગભગ રૂ. 2000 કરોડનો ઉપયોગ કર્યો નથી.
સુરજેવાલાએ ગોવામાં તૃણમૂલ કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પર કહ્યું કે કોંગ્રેસ પાર્ટી મમતા બેનર્જીનું સન્માન કરે છે, કારણ કે એક સમયે તેઓ પણ કોંગ્રેસ પરિવારનો હિસ્સો હતા, પરંતુ આજે મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસે વિચારવું જોઈએ કે ગોવામાં તેમનો ચૂંટણી પ્રચાર ક્યાંકને ક્યાંક ભાજપને મદદ કરી રહ્યો નથી ને?
Gangubai Kathiawadi Trailer: એક્ટ્રેસ આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું ટ્રેલર થયું રિલીઝ
Upcoming EV Car: ટાટાને ટક્કર આપવા Mahindra લાવી રહ્યું છે આ Electric XUV, સામે આવી લેટેસ્ટ ડિટેલ્સ