બેંગલુરૂઃ કર્ણાટક કોંગ્રેસના ટોચના નેતા અને ધારાસભ્ય કે.આર. રમેશ કુમારે કરેલા આઘાતજનક નિવેદન સામે દેશભરમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. કર્ણાટક વિધાનસબાના ભૂતપૂર્વ સ્પીકર એવા કોંગ્રેસના સિનિયર નેતા કે.આર. રમેશ કુમારે વિધાનસભામાં બોલતાં કહ્યું હતું કે ‘રેપ ટાળી શકાય નહીં ત્યારે સૂઈ જાઓ અને તેને એન્જોય કરો.’
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષી ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે સ્પીકર વિશ્વેશ્વરા હેગડે કાગેરી સમક્ષ માગણી કરી હતી. સ્પીકર વિશ્વેશ્વરા હેગડે કાગેરી આ માગણી સ્વીકારવા તૈયાર નહોતા તેથી વિપક્ષી ધારાસભ્યો આ મુદ્દે હોબાળો મચાવી રહ્યો હતો.
વિધાનસભાના સ્પીકરે ધારાસભ્યોને શાંત કરવા કહ્યું હતું કે, જો દરેક ધારાસભ્યને બોલવા દેવામાં આવે તો પોતે કેવી રીતે ગૃહ ચલાવી શકશે? સ્પીકરે એ પછી ભૂતપૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમાર તરફ જોઈને કહ્યું કે, મને લાગે છે કે હું સ્થિતિ કન્ટ્રોલ નહીં કરી શકું તો ચાલો આસ્થિતીને એન્જોય કરી લઈએ.
સ્પીકરના આ નિવેદન બાદ રમેશ કુમારે વાંધાજનક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘એવું કહેવાય છે કે જ્યારે રેપ ટાળી ન શકાય ત્યારે પડ્યા રહો અને માણી લો.’
તેમણે આ નિવેદન આપ્યું ત્યારે કોઈએ તેનો વિરોધ નહોતો કર્યો. તેના બદલે હાજર ધારાસભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કોંગ્રેસ નેતા રમેશ કુમાર આ પહેલાં પણ બળાત્કાર પીડિતાઓનું અપમાન કરી ચૂક્યા છે. અગાઉ એક વિવાદમાં તેમનું નામ સંડોવાયું ત્યારે તેમણે એવો બચાવ કર્યો હતો કે હું રેપનો ભોગ બન્યો હોઉં એવું અનુભવી રહ્યો છું.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા અનુસાર, દેશમાં 2020ના એક જ વર્ષમાં બળાત્કારની 26,727 ઘટના બની છે ત્યારે તેને ગંભીરતાથી લેવાના બદલે ભૂતપૂર્વ સ્પીકર રહી ચૂકેલા કે.આર. રમેશ કુમારે તેને મજાકમાં લીધી તેની સામે સોશિયલ મીડિયામાં લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.
---
આ પણ વાંચો-
આ દેશમાં લોકોના હસવા અથવા ખુશ રહેવા પર સરકારે લગાવી દીધો પ્રતિબંધ, જાણો શું છે કારણ
2021 ના અંત સાથે શુક્ર બદલશે રાશિ, આ 4 રાશિઓ માટે 2022ની શરૂઆત રહેશે શાનદાર
રાજ્યના આ વિસ્તારોમાં કોલ્ડ વેવની હવામાન વિભાગની આગાહી
Horoscope Today 17 December 2021:આ ત્રણ રાશિની વ્યક્તિ પર વરસી શકે છે, લક્ષ્મી કૃપા, જાણો રાશિફળ
Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....