નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus) અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. સતત બીજા દિવસે 62 હજારથી વધુ કોરોના કેસ આવ્યા છે. જે આ વર્ષે સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજેતરના અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 312 લોકોના મોત અને 62,714 કેસ નોંધાયા છે.


આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,714 નવા કેસ (Corona Cases) અને 312 લોકોના મોત થયા છે. જ્યારે 28,739 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,19,71,624 થયા છે. જ્યારે 1,13,23,762 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 4,86,310 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,552 છે. દેશમાં કુલ 6,02,69,782 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા મુજબ કોરોના કુલ કેસ પૈકી મહારાષ્ટ્ર, ગુજરાત (Gujarat), પંજાબ, કેરળ સહિતના છ રાજ્યોમાં છે. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. આ રાજ્યોમાં કેટલાક એવા જિલ્લાઓ છે જ્યાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસ સૌથી વધારે છે.


છ કરોડથી વધુ લોકોને અપાઈ કોરોના રસી


દેશમાં કોરોના રસી આપવાની ઝુંબેશ 16 જાન્યુઆરીથી શરૂ થઈ હતી. 27 માર્ચ સુધીમાં દેશભરમાં 6 કરોડ 2 લાખ 69 હજાર 782 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 21 લાખ 54 હજાર 170 રસી હતી. રસીનો બીજો ડોઝ આપવાની ઝુંબેશ 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. દેશમાં કોરોના મૃત્યુ દર 1.35 ટકા છે જ્યારે રિકવરી દર 95 ટકાની આસપાસ છે. એક્ટિવ કેસ 3.80 ટકા છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે.


કેટલાક રાજ્યોમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી


મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ મોત થયા છે. પરંતુ દેશમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ અંદમાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, દાદરા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા વગેરે રાજ્યોમાં એક પણ મોત થયું નથી.


કોરોના કેસની સંખ્યાના બાબતે ભારત વિશ્વનો બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અમેરિકા પછી ભારતમાં દુનિયામાં સૌથી વધુ છે. મૃત્યુના કિસ્સામાં અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો પછી ભારત ચોથા ક્રમે છે.


Gujarat Vaccination: દેશમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાતે નોંધાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો કઈ બાબતે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું?


Holi Guidelines: આ વખતે અમદાવાદમાં નહીં જામે હોળી-ધૂળેટીનો રંગ, જાણો શું છે સરકારની નવી ગાઈડલાઈન્સ