નવી દિલ્હીઃ UNની 75મી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું કે આજે વિશ્વ વિવિધ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. આજે ગંભીર આત્મમંથન કરવાની જરૂર છે. કોરોના મહામારી બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં અમે આત્મ-નિર્ભર ભારતના દ્રષ્ટિકોણથી આગળ વધી રહ્યા છીએ.


તેમણે એમ પણ કહ્યું કે, વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશ તરીકે આજે હું વૈશ્વિક સમુદાયને વધુ એક આશ્વાસન આપવા માંગુ છું. ભારતની વેક્સીન પ્રોડક્શન અને વેક્સીન ડિલીવરી ક્ષમતા પૂરી માનવતાને આ સંકટમાંથી બહાર નીકાળવા માટે કામમાં આવશે. ભારતે હંમેશા સમગ્ર માનવ જાતિના હિત અંગે વિચાર્યું છે, નહીં કે પોતાના સ્વાર્થ માટે.



પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ભારત જ્યારે કોઈ સાથે મિત્રતાનો હાથ વધારે છે તો કોઈ ત્રીજા દેશ સામે નથી હોતી. ભારત જ્યારે વિકાસની ભાગીદારી મજબૂત કરે છે ત્યારે તેની પાછળ કોઈ દેશને મજબૂર કરવાની સોચ નથી હોતી. અમે અમારી વિકાસ યાત્રાથી મળેલો અનુભવ શેર કરવામાં પાછળ નથી રહેતા.

Gujarat Corona Cases Update:  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3400ને પાર, આજે 1417 કેસ નોંધાયા

ભાજપની નવી ટીમની જાહેરાત, જાણો કોને મળ્યો ક્યો હોદ્દો, કોને પડતા મૂકાયા

કચ્છ: MLAના કાર્યાલય પાસે જ વકીલની ખુલ્લેઆમ કરાઈ હત્યા, આખી ઘટના CCTVમાં થઈ કેદ