નવી દિલ્હી: કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. દુનિયાના 70થી વધુ દેશોમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. ભારતમાં 29 કેસ કન્ફોર્મ થયા છે. જેને લઈ સરકારે પણ એલર્ટ જાહેર કર્યું છે.ત્યારે કોરોના વાયરસના ખતરાને જોતા
સાવચેતીના કારણોસર દિલ્હી સરકારે તમામ સ્કૂલો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેના પ્રમાણે દિલ્હીમાં 5માં ધોરણ સુધીની તમામ પ્રાયમરી સ્કૂલ 31 માર્ચ સુધી રહેશે.


દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આવતીકાલતી ધોરણ 5 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને 31 માર્ચ સુધી બંધ રહેશે.


રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઓછામાં ઓછા 7 રાજ્ય કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, કેરાલા, તેલંગાણા, રાજસ્થાન અને હરિયાણા સામેલ છે. આ રાજ્યોમાં શંકાસ્પદ કે પછી પૉઝિટીવ કેસ સામે આવ્યા છે.

શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.

Coronavirus: રાજ્યસભામાં આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું- જરૂર ન હોય તો વિદેશ ન જાવ

ભારતમાં કયા-કયા શહેરોમાં ફેલાયો છે કોરોના વાયરસ, કેટલા કેસ નોંધાયા, જાણો હાલની સ્થિતિ......