Covid-19 in India: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની લડાઈ ચાલુ છે. દરમિયાન, ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે ફરી કોરોના કેસની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, બુધવારની સરખામણીમાં આજે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10,725 નવા કેસ નોંધાયા છે. બુધવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણના 10,649 નવા કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 13,084 લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. આ સાથે, કોરોનાના એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના એક્ટિવ કેસ હવે ઘટીને 94,047 પર આવી ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કુલ 88.39 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,92,837 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં એક્ટિવ કેસ 94,047 છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં રિકવરી રેટ 98.60% છે. છેલ્લા 24 કલાકમાં 13,084 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,37,57,385 થઈ ગઈ છે.દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 210.82 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,50,665 ડોઝ આપવામાં આવ્યા હતા.
Team India Head Coach: દ્રવિડને કોરોના થયા બાદ આ દિગ્ગજ ક્રિકેટરને Asia Cup માટે હેડ કોચ બનાવાયો
Cheteshwar Pujaraની ફરી ધમાલ, માત્ર 75 બૉલમાં ફટકારી દીધી તાબડતોડ સદી, વિરાટ-બાબરને છોડ્યા પાછળ